<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

વઢવાણના નાના કેરાળા ગામે ખનીજ ચોરી ઉપર દરોડા

ભોગાવો નદી વિસ્‍તારમાં ખનન પ્રવળત્તિ : ૨ એકસકવેટર મશીન, ૦૧ જેસીબી,૦૧ ટ્રેક્‍ટર તેમજ ૦૨ નાવડીઓ સહિત મુદામાલ જપ્‍ત

વઢવાણઃ તા.૧: સુરેન્‍દ્રનગર જે. એસ. વાઢેર નાઓની સુચના હેઠળ રોયલ્‍ટી ઇન્‍સ્‍પેકટર હિરેન સંડેરા તથા ટીમ દ્વારા મોજે.નાના કેરાળા  ખાતે આકસ્‍મિક તપાસ કરી ભોગાવો નદી વિસ્‍તાર માંથી ૨ એકસકવેટર મશીન, ૦૧ જેસીબી,૦૧ ટ્રેક્‍ટર તેમજ ૦૨ નાવડીઓ સહિત રેતી ખનિજનું ગેરકાયદેસર ખનન/વહન કરવા બદલ કુલ ૧.૫ કરોડ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે તેમજ બનાવ સ્‍થળે કરેલ  રેતી ખનિજના ખાણકામ તથા સંગ્રહ વાળા વિસ્‍તારની માપણી કરી કસુરદારો (૧)જે.સી.બી નંબર વગરનું મશીન માલિક જગાભાઇ ખોડાભાઈ મીર  (૨) મશીન માલિક રૈયાભાઈ કાળુભાઈ ઝાપડા, (૩)  મશીન માલિક નાનુભાઈ નારણભાઈ ઝાપડા,(૪) ટ્રેક્‍ટર નં GJ 13 EE 1974 માલિક શંકરભાઈ ધારાભાઈ ઝાપડા, રહે કેરાળા, તા. વઢવાણ તથા સામેલ અન્‍ય ઈસમો વિરુધ્‍ધ ધી ગુજરાત મિનરલ પ્રિવેંશન ઓફ ઇલીગલ માઈનિંગ ટ્રાન્‍સપોર્ટશન એન્‍ડ સ્‍ટોરેજ રુલ્‍સ ૨૦૧૭ ના ભંગ બદલ નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(12:30 PM IST)