News of Monday, 1st September 2025
બિહારમાં કોંગ્રેસની રેલીમાં વડાપ્રધાનના માતાને અપશબ્દો બોલતા જામનગર ભાજપનું વિરોધ પ્રદર્શન

જામનગરઃ બિહારમાં રાહુલ ગાંધીના નૈતૃત્વમાં કોંગ્રેસ તેમજ આર.જે.ડી.ની સભામાં થયેલ અભદ્ર ટિપ્પણીને લઇને ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયો, રાહુલ ગાંધી અને કોંગ્રેસ માફી માંગે તેવી માંગ સાથે ભાજપનું વિરોધ પ્રદર્શન થતા જામનગરના શહેર ભાજપ કાર્યાલય ખાતેથી સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા સહિતના નેતાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. રાહુલ ગાંધીના પૂતળા સાથે વિરોધ કરવા નીકળેલા ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી સર્જાઇ હતી અને રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરે તે પહેલા જ પોલીસે ભાજપના કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. (તસ્વીરઃકિંજલ કારસરીયા-જામનગર)
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
