તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st September 2025
જામનગરમાં રિસામણે બેસેલ પત્નિ મુદ્દે ડખ્ખો : યુવકના સાઢુભાઇ અને તેના ૨ પુત્રોના હાથે હત્યા

જામનગર : ગોકુલ નગર પાણખાણ વિસ્તારમાં રોહિત દીલાભાઈ પરમાર નામના યુવકની હત્યા થઇ છે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.(તસવીરઃ કિંજલ કારસરીયા-જામનગર)(૨૩.૧૯)
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧:અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગીલાભાઈ વિરાભાઈ પરમાર, ઉ.વ.૬૩, રે. ગોકુલનગર પાણખાણ શેરી નં.પ વાળાએ ફરીયાદ નોંધાવી છે કે,મરણજનાર રોહીતની પત્ની રીસામણે હોય અને નરેશ તેમનો સાઢુભાઈ થતો હોય તેજલબેન તેડી લાવવા માટે નરેશ તુલસીભાઈ પરમાર ના ઘરે તે વાતચીત કરવા ગયેલ ત્યારે તેના સાઢુભાઈ નરેશ તુલસીભાઈ પરમાર તેમજ તેના બંન્ને છોકરાઓ સુજલ તુલસીભાઈ પરમાર, વિમલ તુલસીભાઈ પરમારે રોહિતની સાથે બોલાચાલી કરી છરી તેમજ પાઈપ વડે ડાબા પડખા તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવી ગુનામાં એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.
મોટરસાયકલ પછાડી દેતા બઘડાટી
જામનગર : પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મગનભાઈ હંસરાજભાઈ ફોફરીયા, ઉ.વ.પપ, રે. ખીમરાણા ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦-૮-ર૦રપના ખીમરાણા ગામે ફરીયાદી મગનભાઈની વાડીમાં શેઠા પાસે પોતાનું મોટરસાયકલ રાખેલ હોય જે આરોપી અરૂણભાઈ રણછોડભાઈ ધારવીયાએ નીચે પાડી દીધેલ હોય જેથી ફરીયાદી મગનભાઈએ કહેલ કે મારૂ મોટરસાયકલ કેમ પાડી દીધેલ તેમ કહેતા આરોપી અરૂણભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ પાઈપ અથવા ધોકા જેવા હથીયાર થી ફરીયાદી મગનભાઈને કપાળના ભાગે ડાબી આંખની ઉપરના ભાગે એક ઘા મારતા જેમાં ફરીયાદી મગનભાઈ ને લોહી નીકળતા સારવારમાં લઈ જતા સારવાર દરમ્યાન છ થી સાત ટાકા આવેલ તથા વાંસાના તથા પડખાના ભાગે ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા કરી ભુંડી ગાળો આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.
દારૂ સાથે ઝડપાયો
જામનગર : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિશોરભાઈ ભુટાભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૧-૮-ર૦રપના પવનચકકીથી આગળ રાવળવાસના ઢાળીયા પાસે આરોપી શૈલેષભાઈ મુકેશભાઈ રાઠોડ એ પોતાના કબ્જામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-ર, કિંમત રૂ.૧,૦૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.
જુગાર રમતા બે ઝડપાયા
જામનગર : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ધર્મેન્દ્રસિંહ ઘેલુભા વાઢેર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૧-૮-ર૦રપના વોરાના હજીરા પાસે આરોપી જેઠાભાઈ નારણભાઈ મકવાણા, અસગર હનીફ ગજીયા એ ભારતીય ચલણી નોટના નંબર ઉપર એકીબેકી નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.પપ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
સિકકા ગામે જુગાર રમતા બે ઝડપાયા
જામનગર : સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. ભુપેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,તા.૩૧-૮-ર૦રપના સિકકા હાઉસીંગ બોર્ડ સ્મશાન પાસે આરોપી અનવરભાઈ તાલબભાઈ હુંદડા, અસગરભાઈ તાલબભાઈ હુંદડા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૬૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.
સિકકા વડે જુગાર રમતા બે ઝડપાયા
જામનગર : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ.ધર્મિષ્ઠાબેન ઈશ્વરભાઈ ચૌધરી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૧-૮-ર૦રપના રીલાયન્સ મોલ વાળી ગલીમાં સ્ટ્રીટ લાઈટ નીચે આરોપી કાસમભાઈ ઓસમાણભાઈ નોયડા, આમીન બશીર જુલા એ ચલણી સિકકો ઉછાળી કાટ છાપ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૩૬ર/- સાથે ઝડપાઈ ગયેલ છે.
જુગાર રમતી ત્રણ મહિલા સહિત પાંચ ઝડપાયા
જામનગર : અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વનરાજભાઈ ભગુભાઈ ખવડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૧-૮-ર૦રપના જકાતનાકા રાજરાજેશ્વરી સોસાયટી, ફુલનાથ એપાર્ટમેન્ટની બાજુમાં, સ્ટ્રીટ લાઈટના અજવાળે આરોપી બાબુભાઈ કારાભાઈ જેપાર, રતીલાલ વેલજીભાઈ રાજયગુરૂ, હંસાબેન મનસુખભાઈ ગઢીયા, સુશીલાબેન રાજેશભાઈ જોષી, જયોત્સનાબેન રતીલાલ વેજલભાઈ રાજયગુરૂ એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧ર,૮૪૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
ખોડીયાર માતાજીના મંદિરમાંથી છતરની ચોરી થયાની રાવ
જામનગર : લાલપુર પોલીસ સ્ટેશનમાં ઋષિરાજસિંહ અજીતસિંહ જાડેજા, ઉ.વ.૩૬, રે. હનુમાનજી મંદિર પાસે, ગલ્લા ગામે, તા.લાલપુર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦-૮-ર૦રપના ફરીયાદી ઋષિરાજસિંહના ઘરની બાજુમાં આવેલ આઈશ્રી ખોડીયાર માતાજીના મંદિર માંથી કોઈ અજાણ્યા ચોર ઈસમે ખોડીયાર માતાજીના મંદિરની મૂર્તિ ઉપર ચડાવેલ જર્મન સીલ્વર ધાતુના નાના મોટા કુલ ચાર છતર જેની આશરે કિંમત રૂ.ર૪૦૦/- ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.
મહાદેવજીના મંદિરમાંથી છતરની ચોરી
જામનગર : લાલપુર પોલીસ સ્ટેશનમાં લક્ષ્મણદાસ પ્રભુદાસ રામાનુજ, ઉ.વ.૬પ, રે. રામમંદિરની બાજુમાં ખટીયા ગામ, તા.લાલપુર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯-૮-ર૦રપના ખટીયા ગામથી સાજળીયાળી ગામ તરફ જતા રસ્તે આવેલ કોટેશ્વર મહાદેવ મંદિર માંથી કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા મહાદેવજીની મૂર્તિ ઉપર ચડાવેલ જર્મન સીલ્વર ધાતુનું મોટુ છતર જેની આશરે કિંમત રૂ.૧૮૦૦/- ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.
રૂપિયાની માંગણી કરતા માર માર્યો
જામનગર : કાલાવડ પોલીસ સ્ટેશનમાં કેતનભાઈ વાલજીભાઈ જીવાભાઈ વૈષ્ણવ, રે. ખોડીયારપરા, કાલાવડવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૧-૮-ર૦રપના ફરીયાદી કેતનભાઈના મીત્ર આરોપી મનોજ કમાભાઈ સીયાર ને રૂ.૧પ૦૦૦/- હાથ ઉછીના દીધેલ હોય જે રૂપિયા ફરીયાદી કેતનભાઈએ આરોપી મનોજભાઈ પાસે પાછા માગતા આરોપી મનોજ તથા જયેશ વકાતર તથા કુંભ મનોજભાઈ સીયાર એમ ત્રણેય આરોપીઓ ફરીયાદી કેતનભાઈના વૃદાવન રેસ્ટોરન્ટ પાસે બોલાવી ફરીયાદી કેતનભાઈને જેમફાવે તેમ ભુંડાગાળો આપી ઢીકાપાટુનો માર મારી આરોપી મનોજભાઈએ પોતાના હાથમા રહેલ લોખંડનો પાઈપ વડે ફરીયાદી કેતનભાઈ ને જમણા પગ ઉપર ગોઠણથી નીચેના ભાગે મારતા ફરીયાદી કેતનભાઈ નીચે પડી જતા ત્રણેય આરોપીઓએ હવે પછી રૂપિયા માંગયા તો જીવતો નહી મુકીએ એમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી જીલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.
દારૂ સાથે ઝડપાયો
જામનગર : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ.જીજ્ઞેશભાઈ ભલાભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૧-૮-ર૦રપના પવનચકકી જીલ્લા જેલ રોડ, જેલ ગેઈટ સામે પ્રેમચંદકોલોની શેરી નં.ર સામે આરોપી નાનકરામ લેખુમલ નારવાણી એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૩, કિંમત રૂ.૧પ,૦૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.
જુગાર રમતા છ ઝડપાયા
જામનગર : પંચ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મેહુલભાઈ કાંતીલાલ વિસાણી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૧-૮-ર૦રપના ગોકુલધામ સોસાયટીમાં આરોપીઓ સતીષ રાજાભાઈ સાગઠીયા, સાહનવાજ મોહમદ અબ્દુલ ખેરાણી, શાહરૂખભાઈ કાદરભાઈ ખેરાણી, કારાભાઈ ચનાભાઈ રાઠોડ, મનસુખભાઈ વાલાભાઈ રાઠોડ, મુળજી પાલાભાઈ સાગઠીયા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૭૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૬, કિંમત રૂ.૪૦,૦૦૦/- ની મળી કુલ મુદામાલ રૂ.૧,૧૦,૦૦૦/-સાથે ઝડપાઈ ગયેલ છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
