News of Monday, 1st September 2025
ધોરાજીમાં ૩૫ વર્ષ બાદ દ્વિ-અંકી નાટક ‘ભૂતઘર' નગરજનોએ માણ્યું

ધોરાજી, તા. ૧: ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના સહયોગથી શિવમ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા ઓસમ ડુંગરના આંગણે આવેલા એવા પાલિકા સંચાલિત સરદાર પટેલ ટાઉન હોલ ખાતે દ્વિ-અંકી નાટક ‘ભૂતઘર' ધોરાજીની નાટયરસિક જનતાએ મન ભરીને માણ્યું હતું.
અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ. પાલિકાના અશ્વિનભાઈ ધોળકિયા - નિવળત આર્મી રોકડ ભાઈ , જીતુભાઈ વીરપરિયા કોર્પોરેટર, રણજીતભાઇ ગાંગડિયા કોર્પોરેટર, ભારતીબેન રાબડિયા કોર્પોરેટર, નીરવભાઈ પટેલ યુવાભાજપ પ્રમુખશ્રી, પ્રતિકભાઇ રાઠોડ તલાટી મંત્રીશ્રી મહિલા અગ્રણી રશ્મિબેન પ્રતિકભાઈ રાઠોડ વિગેરે હસ્તે થયેલ.
શિવમ ફાઉન્ડેશન રાજકોટના આયોજક ગૌતમભાઈ દવે એ સૌનો આભાર વ્યક્ત કરતા જણાવેલ કે ધોરાજીની ધરતી ઉપર ગુજરાત સરકારના માધ્યમથી આમાં પહેલી વખત આવ્યા છીએ. નોંધપાત્ર વાત એ રહી કે ધોરાજીની રંગભૂમિ પર સૌ પ્રથમ કોઈ નાટકની પ્રસ્તુતિ થઈ હતી જેના કારણે પ્રેક્ષકોનો અનેરો ઉત્સાહ અને પ્રેમ નાટકને સાંપડ્યો હતો.
વિજ્ઞાનમાં જેટલું તથ્ય છે એટલું જ સત્ય અગમ નિગમ, ગોચર અગોચર, આત્મા પરમાત્મા જેવી બાબતોમાં છે. જો આત્મા છે તો પરમાત્મા પણ છે જ. શ્રદ્ધા હોવી એ સારી બાબત છે પણ એ જ્યારે અંધશ્રદ્ધા બને છે એવી પરિસ્થિતિઓમા એક સુખી સંપન્ન પરિવારને કઈ દિશામાં લઈ જાય છે આ કથા પટકથાને નાટય સ્વરૂપે ગુંથી હસન મલેક લિખિત અને ગૌતમ દવે દિગ્દર્શીત દ્વિ-અંકી નાટક ‘ભૂતઘર' હાર્ટ બીટ વધારી દેતું ઓફ બીટ હોરર કોમેડી નાટક જેમાં હાર્દિક મહેતા, પરી સોની, અમિત વાઘેલા, દેવયાની જગડ, જયેશ પડિયા, દર્પણ લાઠીગરા, ગૌતમ દવેએ અભિનયના ઓજસ પાથર્યા હતા. સાથે આ નાટકમાં પ્રકાશ રચના અને સંચાલન ચેતસ ઓઝા, પાર્શ્વ સંગીત સંકલન અને સંચાલન ગુલામહુસેન અગવાન, નેપથ્ય શુભમ ભટ્ટ, હર્ષિત ચૌહાણ અને આર્ષ વ્યાસ, મેકઅપ હિમાંશુ પાડલીયા, સેટ ડિઝાઇન ચેતન ટાંક (ધ્યાનમ પ્રોડક્શન), ગ્રાફિક્સ ડિઝાઇન ગુલશન સ્ટુડિયો રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં અંતે જે પ્રકારે સ્ટેજ ઉપર કલાકારોએ પોતાની કલાપી હતી અને ભૂત ઘર ના નામ ઉપર નાટક રજૂ કર્યું હતું. પરંતુ ખરા અર્થમાં લોકોને અંધશ્રદ્ધા તેમજ ભઈ વિગેરે દૂર કરવા માટે આ નાટક પ્રેરણા રૂપ હતું ત્યારે તમામ કલાકારોનો આભાર સાથે સન્માન કર્યું હતું.(
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
