<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

પોરબંદર હાઇવે ઉપર ૭ ગૌવંશને કચડીને ટેન્‍કર ચાલક ફરાર

ગૌવંશને કચડીને નાસી ગયેલા ટેન્‍કર ચાલકને પકડી લેવા જીવદયા પ્રેમીઓની માંગણીઃ ઉદ્યોગનગર પોલીસ ઘટના સ્‍થળે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧: હાઇવે ઉપર કોલીખડા અને ધરમપુરની વચ્‍ચે રાત્રે ટેન્‍કર ચાલકે ૭ ગૌવંશને કચડી નાખીને નાસી જતા જીવદયા પ્રેમીઓમાં રોષ વ્‍યાપી ગયેલ છે. નાસી ગયેલ ટેન્‍કર ચાલકને પકડી પાડવા જીવદયાપ્રેમીઓ માંગણી કરી રહયાં છે.

પોરબંદર હાઇવે ઉપર કોલીખડા, ત્રણ માઇલ અને ધરમપુર વચ્‍ચે ગઇકાલે મોડી રાત્રીના ટેન્‍કરને પુરપાટ ચલાવીને રોડ ઉપર ૭ ગૌવંશને કચડી નાખ્‍યા હતા. જે સામે જીવદયા પ્રેમીઓમાં રોષ વ્‍યાપી ગયો છે. જીવદયા પ્રેમીઓ તથા ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશનનો પોલીસ સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયેલ હતો.

ગૌવંશ કચડી નાખનાર ટેન્‍કર ચાલકને પકડી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:54 PM IST)