<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

તળાજા ખાતે એક બહેને પોતાના ભાઈની સામે જ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

ભાઈ બહેનના પવિત્ર સંબંધોને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો :પોલીસે દુષ્કર્મ આચરનાર ભાઈ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

ભાવનગર,તા.૧

ભાવનગર જિલ્લામાં ભાઈ બહેનના પવિત્ર સંબંધોને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના તળાજા ખાતે એક બહેને પોતાના ભાઈની સામે જ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી છે .

આ કેસમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધ ઉપર પણ હવે લાંછન લાગ્યુ છે.ભાવનગર જિલ્લાના તળાજા પંથક માં આવેલ એક ગામમાં એક બહેને પોતાના જ સગા ભાઈ સામે દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટના અંગે તળાજા પોલીસ મથક ખાતે ૨૭ ઓગસ્ટ ના રોજ તળાજા પંથકમાં રહેતી એક બહેને પોતાના ભાઈ સામે જ દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે દુષ્કર્મ આચરનાર ભાઈ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.ભોગ બનનાર બહેને પોતાના ભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી કે પોતાના જ ગામમાં રહેતા એક યુવક સાથે યુવતી ના ભાઈ ને શંકા હતી અને એ શંકા ના આધારે રાગ દ્વેષ રાખી પોતાની સગી બહેનને છરી બતાવી ૨ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવ બાદ યુવતી એ તળાજા પોલીસ મથક માં દુષ્કર્મ ની ફરીયાદ નોંધાવી હતી

(10:53 PM IST)