News of Monday, 1st September 2025
ભુજમાં વિદ્યાર્થિનીની હત્યા બાદ પોલીસ એલર્ટ થઇ
ભુજમાં સાક્ષી નામની વિધાર્થીની હત્યાઃવિદ્યાર્થીઓના બેગ, આઈકાર્ડ ચેક કરવામાં આવ્યા છે, રોમિયોગીરી કરનાર સામે કાર્યવાહી પોલીસ કરશે

ભુજ,તા.૧
ભુજમાં વિદ્યાર્થિનીની હત્યા બાદ પોલીસ એલર્ટ થઈ છે. શાળા અને કોલેજ બહાર શી ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓના બેગ, આઈકાર્ડ ચેક કરવામાં આવ્યા છે. રોમિયોગીરી કરનાર સામે કાર્યવાહી પોલીસ કરશે. લાયસન્સ વગર વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
ભુજમાં સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજના ગેટ બહાર ૨૯ ઓગસ્ટે વિદ્યાર્થિની હત્યાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં બે લોકોએ યુવતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ તપાસમાં બે લોકોએ બાઈક પર આવી યુવતીના ગળામાં ચાકૂ મારીને ગળું કાપી નાખ્યું હતું. જે બાદ યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ત્યાં સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટના બાદ લોકોમાં રોષ જોવા મળ્યો છે. સાથે પોલીસ પણ સતર્ક બની છે.
ભુજમાં સાક્ષી નામની વિધાર્થીની હત્યા લઈને પોલીસ હરકતમાં આવી છે. શાળા કોલેજ બહાર શી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓના બેગ, આઈકાર્ડ ચેક કરવામાં આવ્યા છે.
શાળા કે કોલેજ બહાર રોમિયોગીરી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા તમામ શેક્ષણિક સંકુલ બહાર શી ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
