News of Tuesday, 2nd September 2025
હળવદના ચરાડવા ગામે ‘ભૂગર્ભ ગટર નહીં તો મત નહીં’ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન : લોકોની અનેકવાર રજૂઆત છતાં તંત્ર નિદ્રાધીન
ચરાડવા ગામના લોકો આમ આદમી પાર્ટીના આગેવાનોને સાથે કલેકટર કચેરીએ પહોંચ્યા : આવેદનપત્ર આપ્યું

હળવદ તાલુકાના ચરડવા ગામે વર્ષોથી ભૂગર ગટરની કોઈ સુવિધા નથી. જેથી સ્થાનિક લોકોએ અનેક વખત અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત કરી છે. તેમ છતાં પણ તેમનો પ્રશ્ન ઉકેલાયો નથી. જેથી આજે કલેક્ટર કચેરી ખાતે ચરાડવા ગામના લોકો આમ આદમી પાર્ટીના આગેવાનોને સાથે પહોંચ્યા હતા અને ‘ગટર નહીં તો મત નહીં’ના સૂત્રોચ્ચાર કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા સહિત સમગ્ર દેશમાં સ્વચ્છતા ઉપર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ભાર મૂકીને હર ઘર શૌચાલય સહિતની યોજનાઓને અમલમાં મૂકવામાં આવી છે. જાહેરમાં ગંદકી ન થાય તેના માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે, મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરડવા ગામે ઉલટી ગંગા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે.
ચરાડવા ગામની વાત કરીએ તો આ ગામમાં આજની તારીખે 15 હજાર લોકોની વસતિ છે અને હળવદ તાલુકાનું સૌથી મોટું ગામ છે. જો કે, વર્ષોથી આ ગામમાં ભૂગર્ભ ગટર બનાવવામાં આવી નથી. એવું નથી કે, આ ગામના લોકોને ભૂગર્ભ ગટરની સુવિધા જોઈતી નથી પરંતુ ધારાસભ્ય, સાંસદ, અધિકારી અને સ્થાનિક નેતાઓને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. તો પણ ગામલોકોની રજૂઆતને ધ્યાને લઈને ગામના લોકોનો પ્રશ્ન ઉકેલાય તેના માટેની કોઈ કામગીરી કરી નથી.
(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
