તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd September 2025
જજના બંગલામાં ઘૂસ્યો ઝેરી કોબ્રા સાપ: રેસ્ક્યુ કરી સલામત છોડી દેવાયો :જુઓ વિડીયો
કચ્છના રાપરનો બનાવ, સરકારી કોલોનીમાં ચોમાસા દરમ્યાન જીવ જંતુનો ભય

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ : રાપર સિવિલ કોર્ટના જજ ના બંગલા માંથી ઝેરી સર્પ નીકળતાં દોડધામ મચી ગઈ હતી. રાપર તાલુકા સિવિલ કોર્ટના પ્રિન્સીપલ સિવિલ જજ એ.એમ. પાટડીયાના બંગલા માંથી ગઈકાલે સાંજના સમયે આશરે બે ત્રણ ફુટ લંબાઈ ધરાવતો કાળો કોબરા સર્પ નીકળી આવતાં ગભરાટની લાગણી ઉભી થઈ હતી. આ ઝેરી સર્પને ત્યાં લોકોએ પકડીને સુરક્ષિત છોડી દીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રાપર સિવિલ કોર્ટ ના વિકાસવાડી ખાતે આવેલ જજીસ બંગલા અને અન્ય સરકારી કર્મચારીઓ ના ક્વાર્ટર્સ આવેલાં છે જ્યાં તેઓ પરિવાર સાથે વસવાટ કરે છે.આ કોલોની મા ચોમાસાના સમયમાં મોટા પ્રમાણમાં જંગલી વનસ્પતિ ઊગી નીકળતી હોય છે અને તેમાં સર્પ સહિતના અનેક જીવજંતુ અવારનવાર બહાર નીકળી આવતાં હોય છે. જેથી આ કેમ્પસમાં ફરતાં અને રહેતા લોકો માટે ખાસ કરીને ચોમાસાના સમયમાં તો હંમેશા ડર નો માહોલ છવાયેલો રહેતો હોય છે. આ સંદર્ભે સ્ટેટ માર્ગ મકાન વિભાગ અને સ્થાનિક નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરાવવામાં આવે એવી માગ કોર્ટના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(9:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
