<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

કચ્છના મુન્દ્રામાં બોલાચાલી બાદ ધોકા અને પાઇપ વડે ખેલાયુ ધીંગાણુ :જુઓ વિડીયો

પોલીસે ૨૦ સામે મારામારી અને જાહેરનામા ના ભંગ સહિતની કલમો તળે ગૂનો નોંધી તપાસ હાથ ધરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ :કચ્છના મુન્દ્રામાં ધીંગાણાનો વીડિયો વાયરલ થયો છે.ઝીરો પોઇન્ટ તરફ જતા માર્ગે આવેલી ચાની હોટલે ગઈ તા.૩૦ ના મોડી રાત્રે નજીવી બાબતે થયેલ બોલાચાલી બાદ ધોકા અને પાઇપ વડે ખેલાયેલા ધીંગાણાના સીસી ટીવી ફૂટેજનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસે કુલ ૨૦ જણ સામે મારામારી અને જાહેરનામા ના ભંગ સહિતની કલમો તળે ગૂનો નોંધી તપાસ હાથ ધરી છે.

(9:25 AM IST)