<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

વાંકાનેરમાં ‘માર્કેટ ચોક કા રાજા' ગણેશ ઉત્‍સવમાં ‘ઓપરેશન સિંદૂર'ની કલાકૃતિ રજ

જીતુભાઇ સોમાણી આયોજીત ગણેશ મહોત્‍સવમાં મ્‍યુનિસીપલ સંચાલીત ગર્લ્‍સ સ્‍કુલની ૯૦ છાત્રાઓ દ્વારા ધર્મભકિત સાથે દેશભકિતનો માહોલ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ર :.. વાંકાનેરના ટાઉન હોલ ખાતે ગણેશ ઉત્‍સવ સમિતિ તથા ધારાસભ્‍ય સંચાલીત ‘માર્કેટ ચોક કા રાજા' ના વિશાળ પંડાલમાં જીલ્લા કલેકટર કે. બી. ઝવેરીની વિષેશ ઉપસ્‍થિતીમાં ધર્મભકિત સાથે દેશભકિતના વિવીધ કાર્યક્રમો જોવા મળી રહ્યા હતાં.

આ સાથે કાર્યક્રમના પ્રારંભે જસદણ સિરામીક ગ્રુપના એમ. ડી. પ્રજ્ઞેશભાઇ પટેલ પરિવાર, હિરેનભાઇ પારેખ પરિવાર તથા ડી. વાય. એસ. પી. સગીરભાઇ સારડા પરિવાર દ્વારા મહાપૂજાનો લાભ લઇ ધન્‍યતા અનુભવી હતી.

ત્‍યારબાદ વાંકાનેર પાલીકા સંચાલીત મ્‍યુ. ગર્લ્‍સ સ્‍કુલની ૯૦ થી વધારે વિદ્યાર્થીનીઓ દ્વારા ‘ઓપરેશન સિંદૂર', ઝાસીની રાણી માતા લક્ષ્મીબાઇ તથા માતા નર્મતા સહિતની કૃર્તિ પ્રસ્‍તુત કરવામાં આવી હતી.

આ કૃર્તિ નિહાણી જીલ્લા કલેકટર ઝવેરી સહિતના મહાનુભાવો ખુશખુશાલ મુદ્‌્‌ામાં જોવા મળ્‍યા હતા. અને તમામ મહાનુવોઓ તાળીઓના ગળગળાથી વધારેલ તેમજ ઉપરોકત મહાનુવો દ્વારા રોકડ પુરસ્‍કારથી બાળાઓને સન્‍માનીત કરવામાં આવી હતી.

આ તકે જીલ્લા કલેકટર કે. બી. ઝવેરીનું ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણી દ્વારા સાલ ઓઢાળી ફુલહારથી સન્‍માન કરવામાં આવ્‍યુ હતું તથા ઉપસ્‍થિત તમામ મહાનુભાવોનું પણ સાલ ઓઢાળી ફુલહારથી પણ સન્‍માનીત કરવામાં આવ્‍યા હતા.

આજના ‘માર્કેટ ચોક કા રાજા' ના પડાદામાં ઉપરોકત મહાનુભાવો ઉપરાંત વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી, રઘુવંશી સોશીયલ ગ્રુપના પ્રમુખ જીજ્ઞેશભાઇ નાગ્રેચા, નિર્માણધિન રામધામના ટ્રસ્‍ટી વિનુભાઇ કટારીયા, ગીરીશભાઇ કાનાબાર, અશ્વિનભાઇ જોબનપુત્રા, ઉદ્યોગપતિ-રાજૂભાઇ-રાજવીર, પ્રજ્ઞેશભાઇ પટેલ, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ પરેશભાઇ મઢવી, અશ્વિનભાઇ મેઘાણી, ડાયાલાલ સરૈયા, પાલીકા પૂર્વ પ્રમુખ રમેશભાઇ વોરા, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, પાલીકાના વર્તમાન કાઉન્‍સીલરો, મ્‍યુ. ગર્લ્‍સ હાઇસ્‍કુલના શિક્ષકો તથા મહંત શ્રી વિશાલબાપુ પટેલ (ફળેશ્વર મહાદેવ મંદિર) સહિતના અગ્રણીઓ આગેવાનોની વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતાં તથા શહેરના વિવિધ વ્‍યપારી એસો. આગેવાન ખાસ ઉપસ્‍થિત રહ્યા હતાં.

કાર્યક્રમના અંતે ઉપરોકત મહાનુભાવો હસ્‍તે સમિતિ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જે ૧૧૧૧ દિવડાની ભાવપૂર્વક મહાઆરતી યોજાઇ હતી.

આ મહાઆરતી બાદ દરરોજ ઉપસ્‍થિત ભાવિક ભકતજનોને ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણી દ્વારા તમામ લોકોને શુધ્‍ધ ઘીના લાડુ, કેળા, ચોકલેટ, શીંગ રેવડી, તથા પંજરીની પ્રસાદ વિતરણ કરવામાં આવે છે.

આજના આ દેશ ભકિતના કાર્યક્રમો નિહાળવા નવ થી દશ હજાર લોકો પધારતા પંડાલનું ગ્રાઉન્‍ડ ટૂંકુ પડતા લોકો એ ટાઉન હોલ તથા શ્રીરામ કોમ્‍પલેક્ષના બીલ્‍ડીંગ ઉપર ચડી કાર્યક્રમ નિહાળ્‍યો હતો.

વાંકાનેર ગણેશ ઉત્‍સવ સમિતિના સ્‍વયં સેવકો તથા સીટી પોલીસ તથા જી. આર. ડી. જવાનો દ્વારા અવ્‍યવસ્‍થા ન સર્જાય તેની પુરી તકેદારી રાખવામાં આવી હતી. અને સુંદર બંદોબસ્‍ત જાળવવામાં આવ્‍યો હતો

(10:55 AM IST)