<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

પૂ. રમેશભાઇ ઓઝાના પ્રાગટય દિવસની મેટોડા સાંદીપનિ મણિદ્વીપ સંસ્‍કૃત વિદ્યાલયમાં ઉજવણી

પૂ. ભાઇશ્રીના ભાઇ ગૌતમભાઇ ઓઝા, રામભાઇ મોકરીયા સહિતનાની ઉપસ્‍થિતીઃ ધાર્મિક અનુષ્‍ઠાન, સાંસ્‍કૃતિક કાર્યક્રમોમાં ભાવિકો જોડાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. રઃ રાષ્‍ટ્રીય સંત, પરમ ભાગવત કથાકાર પૂજ્‍ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટય દિવસ નિમિત્તે સાંદીપનિ મણિદ્વીપ સંસ્‍કળત વિદ્યાલય મેટોડા રાજકોટ ખાતે અનેક મહાનુભાવોની ગૌરવમયી ઉપસ્‍થિતિમાં ધાર્મિક અનુષ્ઠાન તેમજ સાંસ્‍કળતિક કાર્યક્રમ દ્વારા ભવ્‍ય રીતે ઉજવવામાં આવ્‍યો હતો.

પૂજ્‍ય ભાઈશ્રીના અનુજ શ્રી ગૌતમભાઈ ઓઝા, રાજ્‍યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દીક્ષિતભાઈ પટેલ, સંસ્‍કળત પાઠશાળાના નિરિક્ષક શ્રી વસંતભાઈ તેરૈયા, શ્રી હરીશભાઈ ચાંદ્રા, શ્રી દિનેશભાઈ પંડ્‍યા, શ્રી દિલીપભાઈ કુગશીયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

વિવિધ ધાર્મિક અનુષ્ઠાન

પૂજ્‍ય ભાઈશ્રી દ્વારા પ્રેરિત શ્રી સાંદીપનિ મણિદ્વીપ સંસ્‍કળત વિદ્યાલયમાં અધ્‍યયન કરતાં ધો. ૬ અને ૭ના ઋષિકુમારો તથા રાજકોટ શહેર અને આસપાસના વિસ્‍તારમાં રહેતા સંસ્‍થાના ભૂતપૂર્વ ઋષિઓ દ્વારા સવા લાખ મળંત્‍યુજય મંત્રોના જપ, શિવાલયમાં રુદ્રાભિષેક, દુર્ગાસપ્તશતી પાઠ, સુંદર કાંડ પાઠ અને હરિનામ સંકીર્તન જેવા ધાર્મિક અનુષ્ઠાન સંપન્ન થયા હતા.

સેવાકીય પ્રવૃત્તિઓ

પૂજ્‍ય ભાઈશ્રીના પ્રાગટય પર્વ સેવાદિવસે શ્રી સાંદીપનિ મણિદ્વીપ સંસ્‍કળત વિદ્યાલયના ઋષિકુમારો દ્વારા મણિદ્વીપ પરિસરમાં સ્‍વચ્‍છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ હતું. જેમા સૌ બાળ ઋષિકુમારોએ સંપૂર્ણ મણિદ્વીપ પરિસરમાં સામૂહિક રીતે સફાઈકામ કરીને પરિસરને સુંદર બનાવ્‍યુ હતુ. આ સાથે સાથે સેવાદિવસ નિમિત્તે રાજકોટ શહેરમાં ઝુંપડપટ્ટી વિસ્‍તારમાં રહેતા ૬૦૦ જેટલા જરૂરિયાતમંદ લોકોને સાંદીપનિના ભૂતપૂર્વ ઋષિઓ દ્વારા ફૂડપેકેટનું વિતરણ કરવામાં આવેલ હતુ.

સાંસ્‍કળતિક કાર્યક્રમ

પૂજ્‍ય ભાઈશ્રીના પ્રાગટય દિવસ નિમિત્તે  શ્રી સાંદીપનિ મણિદ્વીપ સંસ્‍કળત વિદ્યાલયમાં શ્રી ગોતમભાઈ ઓઝા તથા અનેક મહાનુભાવો દ્વારા મંત્રોચ્‍ચાર અને દીપપ્રાગટય સાથે સાંસ્‍કળતિક કાર્યક્રમનો આરંભ કરાવામાં આવેલ હતો. ત્‍યારબાદ જેમાં ધો. ૬ અને ૭ના બાળ ઋષિકુમારો દ્વારા વક્‍તવ્‍ય અને ગીતોની ખુબ જ સુંદર રીતે પ્રસ્‍તુતિ કરવામાં આવી હતી.

આ સિવાય ગુજરાત રાજય સંસ્‍કળત બોર્ડ દ્વારા શ્રાવણ માસ દરમ્‍યાન આયોજિત સંસ્‍કળત સપ્તાહ ઉજવણી દરમ્‍યાન સંસ્‍કળત ગૌરવ યાત્રા અને ઋષિકુમારોએ વિવિધ સ્‍પર્ધાઓમાં ભાગ લેવા બદલ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દિક્ષિતભાઈ પટેલ દ્વારા શ્રી સાંદીપનિ મણિદ્વીપ સંસ્‍કળત વિદ્યાલયને એવોર્ડ અર્પણ કરવામાં આવ્‍યો હતો. જે સંસ્‍થા માટે ખુબ ગૌરવની વાત છે. જે ઋષિકુમારોએ સંસ્‍કળત સપ્તાહ અંતર્ગત યોજાયેલ વિવિધ સ્‍પર્ધાઓમાં ઉત્તમ ઙ્કદર્શન કરેલ હતુ તેઓને મહાનુભાવોના દ્વારા હસ્‍તે ઈનામ આપીને પ્રોત્‍સાહિત કરવામાં આવેલ હતા.

આ શુભ પ્રસંગે અનેક વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્‍થિતિ રહી હતી. જેમાં પૂજ્‍ય ભાઈશ્રીના અનુજ શ્રી ગૌતમભાઈ ઓઝા, રાજ્‍યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દીક્ષિતભાઈ પટેલ, સંસ્‍કળત પાઠશાળાના નિરિક્ષક શ્રી વસંતભાઈ તેરૈયા, શ્રી હરીશભાઈ ચાંદ્રા, શ્રી દિનેશભાઈ પંડ્‍યા, શ્રી દિલીપભાઈ કુગશીયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

આ પ્રસંગે સર્વે મહાનુભાવોએ પૂજ્‍ય ભાઈશ્રી પ્રત્‍યે પોતાના મનોગત ભાવ વ્‍યક્‍ત કર્યા હતા અને શ્રી સાંદીપનિ મણિદ્વીપ સંસ્‍કળત વિદ્યાલયે ખૂબ જ ઓછા સમયમાં મેળવેલી શૈક્ષણિક સિદ્ધિઓને અને સંસ્‍થાની પ્રગતિને બિરદાવી હતી. શ્રી સાંદીપનિ મણિદ્વીપ સંસ્‍કળત વિદ્યાલય સંસ્‍કળત ભાષા અને ભારતીય સંસ્‍કળતિના પ્રચારનું કેન્‍દ્ર બની રહ્યુ છે જે ખુબ ગૌરવની અને પ્રસન્નતાની વાત છે.

આ કાર્યક્રમનું તમામ પ્રકારનું આયોજન શ્રી સાંદીપનિ મણિદ્વીપ સંસ્‍કળત વિદ્યાલયમાં સેવા આપતા ઋષિઓ તથા રાજકોટ શહેર અને આસપાસના વિસ્‍તારમાં રહેતા સાંદીપનિના ઋષિઓ દ્વારા કરવામાં આવેલ હતુ તેમજ સૌ ઋષિઓ આ અવસરે પરિવાર સહિત ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:12 AM IST)