તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd September 2025
ભાવનગરમાં ઈલે.બાઈકની બેટરીમાં બ્લાસ્ટ : વલ્લભીપુરમાં કાર સળગી

ભાવનગર, તા.૨: મોબાઇલની બેટરીમાં બ્લાસ્ટ થવાના બનાવો બનતા હોય છે પરંતુ ભાવનગર શહેરમાં બાઈકની ની બેટરી માં બ્લાસ્ટ થયાનો બનાવ બનવા પામ્યો છે. આ બનાવમાં ઘરવખરી સળગી ગઈ હતી.
ચિત્રા વિસ્તારમાં આવેલ અને માધવાનંદ સોસાયટીમાં રહેતા રાકેશભાઈ ભાઈશંકરભાઈ મકવાણાએ પોતાના ઈલેક્ટ્રીક સ્કુટરની ફોલ્ડેબલ બેટરી સ્કુટરની બહાર કાઢી ચાર્જીંગમાં મુકી હતી. જે વેળાએ બેટરીમાં અચાનક બ્લાસ્ટ થતા અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને આખું ઘર ધુમાડાથી ભરાઈ ગયું હતું. આ બનાવથી ઘરડા પરિવારમાં દોડધામ મચી જવા પામી હતી. બેટરીમાં બ્લાસ્ટ થતા ઘરમાં રાખવામાં આવેલ કરીયાણા નો સામાન સહિતની ઘરવકરી ખાક થઈ હતી. પરિવારના સભ્યોએ બેટરીમાં લાગેલી આગ ઓળવી નાખી હતી. સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી.
વલભીપુરમાં સર્કિટ હાઉસ નજીક સવારના સુમારે એક અલ્ટો કાર શોર્ટ સર્કિટના કારણે ભડભડ સળગી ઉઠી હતી. જેની જાણ વલભીપુર ફાયર વિભાગને થતાં જવાનોએ ઘટના સ્થળે ધસી આવી પાણીનો છંટકાવ કરીને આગ પર કાબુ મેળવી લીધો હતો. કાર ચાલક દિલીપભાઈ જોશી પરિવાર સાથે બોટાદથી ભાવનગર ખાતેની જ્ઞાનમંજરી સ્કુલ ખાતે વાલી મીટીંગમાં જઇ રહ્યા હતા તે વેળાએ વલભીપુર ખાતે તેમની અલ્ટો કારમાં અચાનક શોક સર્કિટથી આગ ભભુકી ઉઠી હતી.(૨૩.૯)
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
