તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Tuesday, 2nd September 2025
કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં જામનગર કલેકટર કચેરી ખાતે યા જલામ સુફલામ જળઅભિયાન અંતર્ગત બેઠક યોજાઇ
જામનગર જિલ્લામાં લોકભાગીદારીના ૧૨ લાખ ૫૦ હજાર રૂપિયાના કામો પૂર્ણ થતા તેના બીલો મંજૂર કરવામાં આવ્યા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨ : જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૪ અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ અન્ય અધિકારીશ્રીઓ સાથે સુજલામ સુફલામ જળઅભિયાનના વિભાગવાર પૂર્ણ થયેલા કામો અંગે સમીક્ષા કરી હતી.
સુજલામ સુફલામ જળ અભિયાન -૨૦૨૪ અંતર્ગત જામનગર જિલ્લામાં લોકભાગીદારીના કુલ સાત કામો પૂર્ણ કરવામાં આવ્યા છે તેના બીલો મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં કુલ ૧૨ લાખ ૫૦ હજાર રૂપિયાના કામો પૂર્ણ થયા છે તેના ચુકવણાને મંજૂરી આપવામાં આવી હતી. આ કામોમાં જામનગર તાલુકાનું ૧, ધ્રોલ તાલુકાના ૨, લાલપુર તાલુકાના ૨, જામજોધપુર તાલુકાના ૨ કામોનો સમાવેશ થાય છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી દીપા કોટક, પ્રાંત અધિકારીશ્રીઓ તથા લગત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
