<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

હળવદ કા રાજા ગણપતિ મહોત્‍સવમાં કાલે મેગા મેડિકલ કેમ્‍પનું આયોજન

પદ્મશ્રી સ્‍વ. ડો. એચ.એલ. ત્રિવેદી સાહેબના પરિવારનું સન્‍માન કરાયું

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૨: હળવદમાં શરણનાથ ઉપવન ખાતે ચાલી રહેલ સાર્વજનિક ગણેશ મહોત્‍સવમા આવતીકાલ બુધવારે મેગા મેડિકલ કેમ્‍પનું આયોજન સવારે  ૯:૩૦ થી ૧૨:૩૦ વાગ્‍યા સુધી શ્રીજી હોસ્‍પિટલના સહયોગથી કરવામાં આવ્‍યું છે.  જેનો જરૂરિયાતમંદોએ બહોળા પ્રમાણમા લાભ લેવા આયોજકોએ અનુરોધ કર્યો છે.

આ ઉપરાંત ગઈકાલે હળવદ તાલુકાના  ચરાડવા ગામના વતની અને કીડની સ્‍પેશિયલિસ્‍ટ સ્‍વ. એચ.એલ. ત્રિવેદી સાહેબના પરિવારજનોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

જ્‍યારે આજે ગણેશ ઉત્‍સવમાં હળવદના શ્રી મહાલક્ષ્મી આનંદના ગરબા મંડળ દ્વારા શ્રી બહુચર માતાના આનંદના ગરબાનું પઠન આજે સાંજે ૫ કલાકે રાખેલ છે.

(11:36 AM IST)