<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

ગુજરાતમાં આ અઠવાડિયું અતિભારે વરસાદની આગાહી

નીચાણવાળા વિસ્‍તારોમાં સતર્કતા, ખેડૂતોને આગોતરા પગલાં લેવા અપીલ

(જયેશ ભટાસણા) ટંકારાઃ ગુજરાતમાં આ અઠવાડિયુ અનરાધાર વરસાદથી તળબોળ થવાનું ખાનગી હવામાન નિષ્‍ણાત કિંજલ આર છૈયા એ જણાવ્‍યું છે. એમની આગાહી અનુસાર, ૫ થી ૧૦ સપ્‍ટેમ્‍બર દરમિયાન રાજ્‍યના મધ્‍ય અને ઉત્તર ગુજરાત તેમજ કચ્‍છ વિસ્‍તારોમાં ભારે થી અતિભારે વરસાદની શક્‍યતા છે. અમુક વિસ્‍તારોમાં ૧૫૦થી ૨૫૦ મિલીમીટર જેટલો વરસાદ નોંધાઈ શકે છે, જેના કારણે રાજ્‍યના અનેક ભાગોમાં પાણી ભરાવાની સ્‍થિતિ સર્જાઈ શકે છે.આ ઉપરાંત, દક્ષિણ રાજસ્‍થાન, પヘમિ-ઉત્તર મધ્‍યપ્રદેશ અને વિદર્ભનાસ્ત્રવ વિસ્‍તારોમાંથી નદીઓમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થવાની શક્‍યતા છે. આના પરિણામે બંધોના દરવાજા ખોલવાની ફરજ પડશે, જેનાથી નદીઓમાં પાણીનું સ્‍તર વધશે અને અમુક વિસ્‍તારોમાં ઘોડાપૂરનો ખતરો રહેશે. નીચાણવાળા વિસ્‍તારોમાં રહેતા લોકો અને ખેડૂતોને આગોતરા પગલાં લઈને સાવચેતી રાખવી.

(12:08 PM IST)