<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

જામનગરના ભારતના ખ્યાતનામ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ ખેલ મેદાનમાં સ્ફુર્તિ દાખવી કબડ્ડી રમ્યા :જુઓ વિડીયો

રિવાબા જાડેજાનું શાળાકીય રમતોત્સવમાં દેશી રમતો સાથે અદ્ભૂત પ્રદર્શન : શાળાના વિદ્યાર્થીઓ સાથે રસ્સા ખેંચ તેમજ કોન બેલેન્સ જેવી રમતોમાં સાથે જોડાઈને પોતાનું રમત ગમત પ્રત્યેનું કૌશલ્ય દાખવ્યું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨ :  જામનગરના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજા કે જેઓ પણ પોતાના પતિ ભારતના ખ્યાતનામ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ની માફક રમત ગમતના મેદાનમાં પોતાનું કૌશલ્ય દાખવી રહ્યા છે, અને તાજેતરમાં જામનગરની એક શાળામાં યોજાયેલા  શાળાકીય ખેલ મહોત્સવમાં જુદી જુદી રમતની સ્પર્ધાઓમાં ભાગ લઈને દેશી રમતો સાથે પોતાની સ્મૃતિ તાજી કરી હતી, અને પ્રત્યેક વિદ્યાર્થીઓએ જીવનમાં રમતો રમીને પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટેનો વિશેષ સંદેશો આપ્યો હતો.

 જામનગરની જી.ડી. શાહ હાઇસ્કુલના શાળાકીય રમતોત્સવ  યોજાયો હતો, જેમાં રિવાબા જાડેજા મુખ્ય મહેમાન બન્યા હતા. તેમજ સાથે પોતે પણ દેશી રમતો રમીને પોતાનું કૌશલ દાખવ્યું હતું.

તેમણે શાળાની વિદ્યાર્થીઓની સાથેની રસ્સા ખેંચ હરિફાઈ માં ભાગ લીધો હતો, અને દોરડું ખેંચીને પોતાના વિદ્યાર્થીકાળના જીવનને યાદ કર્યો હતો. એટલું જ માત્ર નહીં કબડ્ડીની સ્પર્ધામાં પણ વિદ્યાર્થીનિઓ સાથે પોતે કબડ્ડી રમ્યા હતા, અને પોતાનું કૌશલ્ય દાખવ્યું હતું.

ઉપરાંત જીવનમાં બેલેન્સ ની કેટલી જરૂર છે, તે માટેની કોન બેલેન્સની હરીફાઈમાં પોતે માથા પર કોન મૂકીને બેલેન્સ જાળવીને દોડ્યા હતા અને સ્પર્ધા પૂર્ણ કરી હતી. જેથી તમામ વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહિત બન્યા હતા.

 તેઓએ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને મોબાઈલ અને વિડીયો ગેમ્સથી દૂર રહીને મેદાનની રમતો તરફ વળવા માટેનો અનુરોધ કર્યો હતો.

 તેઓએ વધુમાં જણાવ્યું હતું, કે રમત ગમત એ માત્ર મનોરંજન નથી પરંતુ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શિસ્ત ટીમવર્ક અને ખેલદિલી જેવા અનેક ગુણોનો વિકાસ થાય છે. સાથો સાથ ટેકનોલોજીના યુગમાં પણ પરંપરાગત રમતોનું મહત્વ જાળવી રાખવા માટેનો વિશેષ સંદેશો આપ્યો હતો.

(12:52 PM IST)