તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 2nd September 2025
બરડા ડુંગરમાં ૪૮૦૦ લીટર આથો પકડાયો

ખંભાળીયાઃ ભાણવડ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીગમા હોય તે દરમ્યાન એ.એસ.આઇ કેશુરભાઈ લખમણભાઇ ભાટીયા તથા પો.હેડ કોન્સ. જેશાભાઇ ધનાભાઇ બેરા નાઓને હકીકત મળતા બરડા ડુંગરમા વાગડીયા નેશથી સાકરોજા તળાવ તરફ જતી લામધાર ઝરનાં કાંઠે વળક્ષોની ઝાળીમાં દેશીદારૂ બનાવવાનો આથો લીટર ૪૮૦૦/- કિ.રૂા- ૧,૨૦,૦૦૦/- નો મુદામાલ મળી આવેલ હોય. પરબતભાઇ જીવણભાઇ મોરી રબારી તથા જયેશભાઈ કારાભાઈ મોરી રબારી રહે.ધ્રામણીનેશ પાસેથી કબ્જે કરેલ હતા. આ કામગીરી ભાણવડ પો.સ્ટે. પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી.રાજવી તથા એ.એસ.આઇ. ગીરીશભાઇ ગોજીયા તથા કેશુરભાઇ ભાટીયા તથા પો.હેડ કોન્સ જેશાભાઇ બેરા તથા વિપુલભાઇ મોરી તથા કિશોરસીંહ જાડેજા તથા જીતુભાઇ જામ તથા પો.કોન્સ. વેજાણંદભાઈ બેરા તથા અજયભાઈ ભારવાડીયા તથા લાલાભાઇ ખાટલીયા તથા મહિલા પો.કોન્સ. મીનાબેન નંદાણીયા તથા ફોરેસ્ટ વિભાગના રામદેભાઇ કોટા (ફોરેસ્ટ ગાર્ડ) વિગેરે નાઓએ કરેલ.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
