<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

જામનગરમાં સવા બે લાખનો દારૂ કારમાં લઈ જતા શખ્‍સો ઝબ્‍બે

 

જામનગર, તા.૨: વીકટોરીયાપુલ પાસે, પટેલ ટ્રાવેલ્‍સની ઓફીસ સામેથી આરોપીઓ (૧) કરણભાઈ ગોરધનભાઇ રાજાણી રહે. રામેશ્વનગર પટેલ વાડી શેરી નંબર-૩ તથા (૨) કરણભાઇ ઉર્ફે ડીસમીસ નારાયણભાઈ યેલારામાણી રહે. ગુલાબનગર, સંજરીચોક, સીધી કોલોની, વાળાઓના કબ્‍જાની સ્‍વીફટ કાર નંબર જી.જે.૧૦ બીજી ૬ર૩૯ માંથી અલગ અલગ બ્રાન્‍ડની ઇગ્‍લીશ દારૂની બોટલો નંગ-૧૮૦ કિ.રૂ.૨,૩૪,૦૦૦/ તથા ત્રણ મોબાઇલ ફોન કિ.રૂ.૧૫,૦૦૦/ તથા સ્‍વીફટ કાર કિ.રૂ.૩,૦૦,૦૦૦/મળી કુલ રૂ.૫.૪૯,૦૦૦/ નો મુદામાલ કબ્‍જે કરી કાર્યવાહી કરેલ છે. મજકુર આરોપીઓ સદરહુ દારૂનો જથ્‍થો મેસી ઉર્ફે રાજીયો સીધી કનૈયાલાલ પંજવાણી રહે. ગ્રીનસીટી વાળાના કહેવાથી જોડીયા તાલુકાના દુધઇગામે રહેત, લાલો ઉર્ફે બાપુ ડાંગર પાસેથી લઇ આવેલ છે. જે બંને મજકુર આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલુમા છે.

આ કાર્યવાહી પો.ઇન્‍સ. વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. પી.એન.મોરી તથા પો.સ.ઇ. સી.એમ. કાટેલીયા તથા એલ.સી.બી. સ્‍ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્‍લોચ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્‍યામભાઈ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, સયપાલિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર, કિશોરભાઇ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઇ વીરડા, ધમેન્‍દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ધમેન્‍દ્રસિંહ જાડેજા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:19 PM IST)