તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 2nd September 2025
કચ્છના ભચાઉ તાલુકામાં ખેતરમાં વીજ લાઈન નાખવા ખેડૂતો સામે થતી દાદાગીરીના બંધ કરાવવા કોંગ્રેસ ખેડૂતોની પડખે : અદાણી કંપની દ્વારા પૂરતા વળતર અને જાણ કર્યા વગર થતી બળજબરી બંધ કરવા તંત્ર સમક્ષ રજૂઆત
કચ્છ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે.હુંબલ, રામદેવસિંહ જાડેજા, ગનીભાઈ કુંભાર, ડો. રમેશ ગરવા, લાખાજી સોઢા, કિશોરદાન ગઢવી, અંજલી ગોર, ધીરજ ગરવા વગેરે ના પ્રતિનિધિ મંડળેબોર્ડર રેન્જ આઈ જી ચિરાગ કોરડીયાને મળીને રજૂઆત કરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ : કચ્છ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે.હુંબલ, રામદેવસિંહ જાડેજા, ગનીભાઈ કુંભાર, ડો. રમેશ ગરવા, લાખાજી સોઢા, કિશોરદાન ગઢવી, અંજલી ગોર, ધીરજ ગરવા વગેરે ના પ્રતિનિધિ મંડળે કચ્છ જીલ્લાના ખેડૂતોને ખેતરોમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરોમાં ઉભેલા પાકને નુકશાન થાય તે રીતે વીજ ટાવરો ઊભા કરવામાં આવે છે અને કંપનીઓ ને યોગ્ય ખરાઈ કર્યા વગર પોલીસ બંદોબસ્ત ના આપવા તેમજ ઉચ્ચ કક્ષાના અધિકારી દ્વારા ફાળવેલ બંદોબસ્તના હુકમની નકલ ખેડૂતોને બતાવ્યા બાદ જ કાર્યવાહી કરવી ઉપરાંત માટે આજ રોજ જીલ્લા પ્રમુખ વી.કે.હુંબલ ના આગેવાનીમાં જીલ્લા કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ બોર્ડર રેન્જ આઈ જી ચિરાગ કોરડીયાને મળી સરકારી નિયમો પ્રમાણે વીજ કંપનીઓ દ્વારા ભચાઉ તાલુકાના શિવલખા, લાકડીયા, ખોડાસર, ચાંદરોડી, નારણસરી, શિકારપૂર અને રાપર તાલુકાના બાલાસરી ગામના ખેડૂત ખાતેદારોની જમીનમાંથી લાકડીયા- અમદાવાદ 765 કે.વી વિજલાઈન પાવરગ્રીડ દ્વારા 400/220 કે.વી લાઇન પસાર કરવાની કામગીરી કરે છે. આ કામે ખેડૂતો ને યોગ્ય માંગણી મુજબ વળતર મળે તે માટેની કાર્યવાહી ચાલુમાં છે. જેથી ખેડૂતોને યોગ્ય વળતર માટે આખરી નિર્ણય ના થાય ત્યાં સુધી કલેકટરશ્રીના હુકમ વગર કંપનીને પોલીસ બંદોબસ્ત નહીં આપવા વિનંતી છે. અને ખેડૂતોની રજૂઆત મુજબ નીચેની વિગતે કાર્યવાહી ચાલુમાં છે જેને ધ્યાનમાં લેવા ઉપરાંત પાવરગ્રીડ કંપની દ્વારા વીજટાવર ઊભા કરતી વખતે નિયંમ તેમજ કાયદાની જોગવાઈ મુજબ ટાવર ઊભા કરતાં પહેલા રેવન્યુ ઓથોરિટી મારફતે સ્થળ પંચનામું કરવું ફરજિયાત છે. તેમ છતાં આજ દિન સુધી સ્થળ પંચનામું કર્યા વગર કામ કરેલ છે અને ખેડૂતોની જમીન તેમજ પાકનું કેટલું નુકશાન થયેલ છે તે જણાવેલ નથી. જેથી ખેડૂતોની માંગણી મુજબ ટાવર ઊભો કરતી વખતે રેવન્યુ ઓથોરિટી દ્વારા પંચનામું કર્યું હોય તો તેની નકલ ખેડૂતોને આપે નહિતર પાવરગ્રીડના અધિકારીઓ દ્વારા કાયદા વિરુદ્ધનું કામ કરેલ હોય તો તેની સામે પણ ફોજદારી ફરિયાદ નોંધવામાં આવે પાવરગ્રીડ કંપની હાલે શિવલખા ગામમાં વીજલાઇનના વાયર ખેચવાનું કામ કરી રહેલ છે.
જે કામ માટે કોઈ પંચરોજ કામ રેવન્યુ ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યું હોય તેવું જણાતું નથી તેમજ નિયમ મુજબ પંચનામું કરતી વખતે પણ ખેડૂતોને સાથે રાખવાના હોય છે. પરતું અમને પોલીસ દ્વારા કંપની ના અધિકારી ઓ સાથે વાતચીત પણ કરવા દેવામાં આવતી નથી આમ કંપની દ્વારા બળજબરી પૂર્વક પોલીસને સાથે રાખી ગેરકાયદેસર રીતે દબાવી ધમકાવી ખેડૂતોને ડરાવવામાં આવે છે અને કોઈ ખેડૂત તેમના સાંજે છોડવામાં આવે છે જે પણ કાયદાની વિરુદ્ધ છેજેમાટે પોલીસને યોગ્ય સૂચના આપવા વિનંતી. બેસાડી સાંજે છોડવામાં આવે છે જે પણ કાયદાની વિરુદ્ધ છેજેમાટે પોલીસને યોગ્ય સૂચના આપવા વિનંતી.
ખેતરમાં કંપનીના અધિકારીઓને મળવાનો પ્રયાસ કરે તો પણ ખેડૂતોને ધમકાવીને પોલીવાનમાં બેસાડી પોલીસસ્ટેશનમાં લઈ જવામાં આવે છેઅને આખો દિવસ બેસાડી હાલેચોમાસાની સિજન હોય ખેડૂતો તેમની જમીનમાં ખેતી કરી સકતા નથી અને ખેતીના પાકને પણ ભારે નુકશાન થાય છે જેથી ચોમાસાની સિજન દરમિયાન હાલે કામ બંધ રાખવામાં આવે તેવી માંગણી છે નહિતર ખેડૂતોની આખા વર્ષની સિજન બગડે તેમ છે. અત્યારે કચ્છમાં વીજકંપનીઓ કે અન્ય કંપનીઓ જ્યારે જરૂર પડે ત્યારે પોલીસ બંદોબસ્ત મેળવીને કામ કરાવે છે. પરંતુ કંપનીઓને પોલીસ બંદોઈબસ્ત આપતા પહેલા કલેકટરશ્રી કચ્છ દ્વારા પોલીસ બંદોબસ્ત માટે હુકમ કરેલ છે કેમ તે પણ જરૂરી છે. મોટાભાગના કિસ્સામાં પોલીસ દ્વારા કંપની સાથે મળી નિયમ વિરુદ્ધ કંપનીઓને ઉપરથી મૌખિક સૂચના મેળવી કંપનીઓને પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે જેથી જ્યાં સુધી લેખીત આદેશ ના મળે ત્યાં સુધી કોઈ પણ જાતનો પોલીસ બંદોબસ્ત આપવામાં ના આવે તેવી સૂચના પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ વડાને આપવામાં આવે તેમજ જે જગ્યાએ સ્થળ ઉપર પોલીસ બંદોબસ્ત હોય ત્યારે કોઈ પણ ખેડૂત પોલીસ બંદોબસ્તના હુકમની માગણી કરે તો પોલીસ બંદોબસ્તના હુકમની નકલ પણ ખેડૂત કે અરજદારને આપવામાં આવે. તેવી સૂચના આપવા. કચ્છના દરેક પોલીસ સ્ટેસન સૂચના આપવામાં આવે કે કોઈ પણ લેખિત આદેશ વગર કોઈ પણ કંપની ને બંદોબસ્ત આપવામાં ના આવે અને સ્થળ પર પોલીસ બંદોબસ્તનો આદેશ સાથે રાખે અને ખેડૂતોને કંપનીના અધિકારી ઓ સાથે મળતા રોકે નહીં તેમજ પોલીસ પણ ખેડૂતોને સહકાર આપે. ખેડૂતોને પોતાની જમીનમાં યોગ્ય વળતર મેળવવાનો અધિકાર છે અને જ્યાં સુધી યોગ્ય વળતરની કાર્યવાહી પૂર્ણ ના થાય આપના કચ્છ જિલ્લાની પોલીસ કોઈને બંદોબસ્તના આપે તેવી યોગ્ય સૂચનાઓ આપના તરફથી આપવામાં આવે તેવી માંગ કરાઈ છે.તેમ ગનીભાઈ કુંભાર પ્રવક્તા કચ્છ જીલ્લા કોંગ્રેસની યાદીમાં જણાવાયું છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
