News of Tuesday, 2nd September 2025
ગોંડલમાં આશાપુરા ડેમ પાસે ખાડામાંથી વૃધ્ધની લાશ મળી
જમણા હાથે ખોડીયાર માતાજીનું ટેટૂ ત્રોફાવેલુ છેઃ વાલીવારસ હોય તો ગોંડલ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨: ગોંડલમાં આશાપુરા ડેમની આગળ પાણીના ખાડામાંથી અજાણ્યા આશરે ૬૦ વર્ષના વૃધ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. તેમનું ટુંકુ નામ રામદાસ હોવાનું જાણવા મળ્યું છે. તેમણે સફેદ ઝભ્ભો અને કમરે ગુલાબી ધોતીયુ પહેર્યુ છે. તેઓ સાધુ જેવા લાગે છે. જમણા હાથના કાંડા પર ખોડીયાર માતાજીનું ટેટૂ ત્રોફાવેલુ છે. હાલ મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રખાયો છે. મૃતકના કોઇ વાલીવારસ હોય તો પીએસઆઇ વી. જે. જાડેજાનો (૯૯૨૫૦ ૪૨૪૨૨, ૬૩૫૯૬ ૨૫૭૦૪) અથવા ૦૨૮૨૫ ૨૨૦૦૨૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
