તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd September 2025
દ્વારકાના ભાણવડના બરડા ડુંગર પર પોલીસના દરોડા: 4800 લિટર દેશી દારૂનો આથો સહિત દારૂનો જથ્થો જપ્ત
પોલીસે 2 આરોપી સામે ગુનો દાખલ કર્યો: પરબત મોરી અને જયેશ મોરીને પકડવા ચક્રો ગતિમાન કર્યા

ગુજરાતમાં દારુબંધી હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે દ્વારકામાં દેશી દારુની ભઠ્ઠી પર પોલીસના દરોડા પડ્યા છે. દ્વારકાના ભાણવડના બરડા ડુંગર પર પોલીસના દરોડા પડ્યા છે. જેમાં પોલીસે 4800 લિટર દેશી દારૂનો આથો સહિત દારૂના જથ્થાનો ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારબાદ દારુના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. પોલીસે 2 આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત પરબત મોરી અને જયેશ મોરીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
