<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

જામનગર ખંભાળીયા હાઇવે પર વસઈ નજીક બોલરો કેમ્પર અને બાઇકમાં પાંચ શખ્શો ભેંસ ચોરવા ઘુસ્યા !! : જૂઓ વિડીયો

ગ્રામજનોએ સાવધાનીથી એકઠા થઇ જતા બોલેરો અને હોન્ડા મૂકીને ભાગી ગયા : પોલીસે વાહનો કબ્જે લીધા

જામનગર ખંભાળિયા હાઇવે ઉપર જામનગરથી નજીક આવેલ વસઈ ગામે અત્યારે રાત્રિના 10:00 વાગે આસપાસ એક બોલેરો કેમ્પર અને હોન્ડા લઈ વસઇ ગામે પાંચ વ્યક્તિઓ આવેલ હતા કેમ્પરમાં અગાઉથી એક ભેંસ ચોરેલી હતી અન્ય ત્રણ ભેંસો વસઈમાંથી ચોરવાના ઈરાદે આવ્યા હતા પરંતુ ગ્રામજનોની સાવધાનીથી તેઓ એકતા થઈ જતા પાંચ વ્યક્તિઓ ભાગી ગયા? બોલેરો કેમ્પર અને હોન્ડા ત્યાં મૂકી ગયા હતા 

  પ્રાથમિક જાણવા મળ્યા મુજબ આ બંને વાહનો પણ ચોરીના હોવાનું મનાઈ રહ્યું છે અત્યારે સિક્કા પોલીસ સ્ટેશનમાં જાણતા હતા ત્યાંથી પોલીસ આવી બોલેરો અને હોન્ડા પોલીસ સ્ટેશનને લઈ ગયા છે જ્યારે એક ભેસ તેમાં ચોરેલી હતી તે ગ્રામજનોને સાચવવા આપી ગયા છે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે

(11:18 PM IST)