<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

કચ્છના એકલધામ મહંત દેવનાથ બાપુના 9 દિવસના ઉપવાસનો અંત

સરકારે ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની ખાતરી આપતા દેવનાથ બાપુએ પોતાનું આંદોલન સમેટી લીધું

કચ્છના એકલધામના મહંત દેવનાથ બાપુએ ગૌમાતાને 'રાજ્ય માતા'નો દરજ્જો આપવાની માગણી સાથે શરૂ કરેલા નવ દિવસના ઉપવાસનો અંત આવ્યો છે. સરકારે ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની ખાતરી આપતા દેવનાથ બાપુએ પોતાનું આંદોલન સમેટી લીધું છે. ગઈકાલે સાધુ-સંતો સાથે રાજ્ય સરકારે મંત્રણા કરી હતી. આ મંત્રણામાં સકારાત્મક પરિણામ મળતા આજે જિલ્લા પંચાયત પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા દેવનાથ બાપુને પારણા કરાવવામાં આવ્યા હતા. આ સાથે જ લાંબા સમયથી ચાલી રહેલા આ આંદોલનનો સુખદ અંત આવ્યો છે.

(12:13 AM IST)