<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

જામખંભાળિયામાં ટેકાના ભાવે પાકની ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવવા માટે ખેડૂતોને ભારે હાલાકી

ધરમપુર વિસ્તારના ખેડૂતોને છેલ્લા બે દિવસથી રજિસ્ટ્રેશન કરાવવા માટે ધક્કા

જામખંભાળિયામાં ટેકાના ભાવે પાકની ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવવા માટે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધરમપુર વિસ્તારના ખેડૂતો છેલ્લા બે દિવસથી રજિસ્ટ્રેશન કરાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, તારીખ 1 અને 2 સપ્ટેમ્બર એમ બંને દિવસ 'સમૃદ્ધ પોર્ટલ' બંધ હોવાથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા થઈ શકી નથી. મગફળી, સોયાબીન, મગ અને અડદ જેવા પાકને ટેકાના ભાવે વેચવા માટે આ રજિસ્ટ્રેશન અનિવાર્ય હોવાથી, પોર્ટલ બંધ થવાથી ખેડૂતો ચિંતિત અને મુંઝવણમાં મુકાયા છે. કનેક્ટિવિટીના અભાવે ખેડૂતોને સમય અને પૈસા બંનેનો વ્યય થઈ રહ્યો છે.

(12:34 AM IST)