News of Wednesday, 3rd September 2025
સાવરકુંડલા શેઠ આરોગ્ય મંદિર માં જટીલ સર્જરી કરી નાની બાળકી ને જીવતદાન અપાયુ
પ વર્ષની બાળાના ગળામાં ૧ રૂીિપયાનો સિકકો ફસાઇ જતા ઓપરેશન કરીને ભયમુકત કરાઇ

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલાઃ તા.૩, ઉના તાલુકાના એક સામાન્ય ખેતમજૂર પરિવારની ૫ વર્ષની બાળકી રમતા રમતા ભૂલથી રૂા. ૧ નો સિક્કો ગળી જતા સિકકો ગળાના અંદરના ભાગમાં ફસાઈ ગયો હતો બાળકી ને પારાવાર વેદના થઈ રહી હતી અને પરિવાર ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો અને આશરે ૨૪ કલાક બાદ તેઓ બાળકી ને લઇ સાવરકુંડલા ના શેઠ આરોગ્ય મંદિર ખાતે સારવાર અર્થે પહોંચ્યા અને ફરજ પરના સ્ટાફ ને બાળકી સિક્કો ગળી ગઈ હોવાનુ જણાવતા કેસ ની ગંભીરતા પારખી જઈ રાત્રિના સમયે તાત્કાલિક ઇમરજન્સીમાં કાન, નાક અને ગળાના સર્જન ડો. હેપી પટેલ દ્વારા અત્યંત આધુનિક દુરબીન વડે નાના ભૂલકા ની છાતી મા ફસાયેલા સિક્કો કાઢવાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું અને ગળામાં ફસાયેલો સિક્કો બહાર કાઢી બાળકને નવજીવન બક્ષ્યું હતુ.
મોરારીબાપુના આશીર્વાદ તથા તબીબી ટીમની તત્પરતા અને કુશળતાથી બાળકીનું આરોગ્ય સંપૂર્ણ સ્વસ્થ થયું અને માત્ર ૧૨ કલાકમાં જ સખત ચિંતા ગ્રસ્ત પરીવાર ને હસતાં મુખે હોસ્પિટલમાંથી રજા અપાઈ તાત્કાલિક અને તે પણ નિશુલ્ક સારવાર થી પોતાની વહાલસોયી બાળકીનો જીવ બચી જતા પરીવાર શેઠ આરોગ્ય મંદિર ઙ્કત્યે કળતજ્ઞતા પ્રગટ કરી હતી.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી હરેશભાઈ મહેતા, મંત્રી દિવ્યકાંતભાઈ સુચક તથા અન્ય ટ્રસ્ટીશ્રીએ જણાવ્યું હતું કે ‘‘જે ઉદ્દેશ સાથે આરોગ્ય મંદિરની સ્થાપના કરવામાં આવી હતી તે આ પ્રસંગે સાર્થક થતો અનુભવાય છે. આવી જ રીતે દરેકે દર્દીનારાયણની બને એટલી પ્રસન્નભાવથી સેવા કરવી જોઈએ. દર્દી ને આરોગ્ય મંદિરમાં દર્દી બનીને નહિ, પરંતુ આરોગ્ય મંદિરનો એક સેવક બનીને પરત આવવાનું મન થાય તેમાં જ અમારી સાચી સફળતા છે.''
શેઠ આરોગ્ય મંદિર માં ટ્રસ્ટી મંડળ ના માર્ગદર્શન અને પ્રોત્સાહન થી મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. પ્રકાશ કટારિયા ની કાર્ય કુશળતા હેઠળ શેઠ આરોગ્ય મંદિર માં સતત નવી નવી સુવિધાઓ ઉમેરાઈ રહી છે છે જે સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત છે.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
