<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

સરધારનો આશિષ મૈત્રીકરાર કરી ફઇની દિકરી સાથે ગાયબ થઇ જતાં તેના પિતા-ભાઇ પર હુમલોઃ ધમકી

મુળજીભાઇ મકવાણાએ બહેન-બનેવીને સમાધાન માટે બોલાવ્‍યા પણ સમાધાન ન થયું: ભાણેજ આર્યન દાફડાએ આશિષના ભાઇ વિપુલને ઢીકા-પાટુ મારી છરીથી ઇજા કરી અને ધમકી દીધી

 

રાજકોટ તા. ૩: સરધાર રહેતાં યુવાનની પત્‍નિ રિસામણે ગઇ હોઇ તેણે રાજકોટ રહેતાં ફઇની દિકરી સાથેના પ્રેમસંબંધને કારણે તેણી સાથે મૈત્રીકરાર કરી લેતાં અને તે તેણીને લઇ ગાયબ થઇ જતાં આ બાબતે મનદુઃખ થતાં આ યુવાનના પિતા, ભાઇ સહિતની સાથે ફઇના દિકરાએ ઝઘડો કરી છરીથી હુમલો કરી ‘મારી બહેનને ગમે ત્‍યાંથી ગોતીને હાજર નહિ કરો તો જીવતા નહિ મુકુ' તેવી ધમકી આપતાં પોલીસ ફરિયાદ થઇ છે. આ બનાવમાં આજીડેમ પોલીસે સરધાર ગામમાં આંબેડકરનગરમાં પોીસ ચોકીની બાજુમાં રહી ખેત મજૂરી કરતાં મુળજીભાઇ હમીરભાઇ મકવાણા (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી કાલાવડ રોડ ઇસ્‍કોન મંદિર પાછળ આદિત્‍ય સોસાયટીમાં રહેતાં તેના ભાણેજ આર્યન વજુભાઇ મેઘાભાઇ દાફડા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

મુળજીભાઇ મકવાણાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું ખેત મજૂરી કરુ છું અને પરિવાર સાથે રહુ છું. સંતાનમાં ચાર દિકરા અને બે દિકરી છે. મોટો રાહુલ છે જે પરણેલો છે અને નાના વિપુલના પણ લગ્ન થઇ ગયા છે. તેનાથી નાના આશિષના લગ્ન રાજકોટના વાલાભાઇ નાજાભાઇ પરમારની દિકરી આશા સાથે થયા હતાં. હાલ આશિષના પત્‍નિ માવતરે રિસામણે છે. સોૈથી નાનો અભય કુંવારો છે.

મારા દિકરા આશિષને મારા સગા બહેન અંબાબેન વજુભાઇ દાફડા કે જે રાજકોટ ઇસ્‍કોન પાછળ રહે છે તેની દિકરી નેહલ સાથે પ્રેમસંબંધ હોઇ બંનેએ રાજીખુશીથી મરજીથી વીસેક દિવસ પહેલા મૈત્રીકરાર કરી લીધા છે અને બંને ક્‍યાંક નીળી ગયા છે. હાલ ક્‍યાં છે તેની મને ખબર નથી. મૈત્રી કરારને કારણે મારા બહેન બનેવી સાથે મારે મનદુઃખ ચાલે છે. આ બાબતનું સમાધાન કરવા અમે બધા મંગળવારે તા. ૨ના રોજ સરધારા અમારા કુટુંબી હરિભાઇ ચકાભાઇ મકવાણાને તયાં ભેગા થવાનું નક્કી કર્યુ હોઇ જેથી મારા બહેન અંબાબેન, બનેવી વજુભાઇ, તેનો દિકરો આર્યન, બનેવીનો ભાણેજ સહિતના સરધારા આવ્‍યા હતાં. જ્ઞાતિના માણસો સાથે અમારી બેઠક થઇ હતી. પરંતુ સમાધાન થઇ શક્‍યું નહોતું.

આ પછી ભાણેજ આર્યન વજુભાઇ દાફડા અમારા પર પાસે આવી મને ગાળો દેવા માંડયો હતો અને ઝઘડો કર્યો હતો. આથી મારા દિકરા વિપુલ, અભય, પત્‍નિ જયાબેન સહિતે આર્યનને ગાળો નહિ બોલવા સમજાવતાં તે વધુ ઉશ્‍કેરાઇ ગયો હતો અને મારા દિકરા વિપુલ સાથે ઝપાઝપી કરી તેને ઢીકાપાટુ માર્યા હતાં. તેમજ બાદમાં આર્યને નેફામાંથી છરી કાઢી વિપુલને મારવવા જતાં તેણે હાથ આડો રાખી દેતાં કોણીમાં છરકો થયો હતો. માણસો ભેગા થઇ જતાં આર્યન ‘મારી બહેનને મને ગમે ત્‍યાંથી ગોતીને સોંપી દેજો નહિતર તમને જીવતા નહિ રહેવા દઉ' તેવી ધમકી આપી હતી અને જતો રહ્યોહ તો. આ પછી અમે ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં મુળજીભાઇએ કહેતાં આજીડેમ પીએસઅઇા પી. એચ. પઢેરીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(10:47 AM IST)