News of Wednesday, 3rd September 2025
ખેડૂતોને પાક નોંધણીમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા કોડીનારના ધારાસભ્યે રજૂઆત કરી

કોડીનાર તા. ૩ :.. રાજ્યભરમાં ખેડૂતોને પાક નોંધણી કરાવવામાં પડતી મુશ્કેલીઓ સંદર્ભે કોડીનાર ના ધારાસભ્ય ડો. પ્રદ્યુમન વાજા અને પૂર્વ જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી દ્વારા કળષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે.
આ રજૂઆતમાં ટેકાના ભાવે પાક વેચવા માટેની ઓનલાઈન નોંધણી પ્રક્રિયામાં સર્વર ડાઉન રહેવાની અનેક ફરિયાદો અંગે ધ્યાન દોરવામાં આવ્યું છે, જેના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ત્યારે નોંધણી કેન્દ્રોની સંખ્યા વધારવીઃ ખેડૂતોની સુવિધા માટે ગ્રામ્ય વિસ્તારોમાં નોંધણી કેન્દ્રોની સંખ્યા વધારવાની માંગ કરવામાં આવી છે. હાલના કેન્દ્રો પર ખેડૂતોની ભીડને કારણે નોંધણી પ્રક્રિયા ધીમી ચાલી રહી છે., કેન્દ્રો પર પૂરતા કર્મચારીઓઃ દરેક નોંધણી કેન્દ્ર પર પૂરતા કર્મચારીઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી પ્રક્રિયા ઝડપી બને.,નોંધણીની તારીખ લંબાવવીઃ સર્વરની સમસ્યાને કારણે જે ખેડૂતો નોંધણી કરાવી શકયા નથી, તેમને પૂરતો સમય મળી રહે તે માટે નોંધણીની તારીખ લંબાવવાની માંગ કરવામાં આવી છે.,ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પઃ ઓનલાઈન નોંધણીની સાથે સાથે ખેડૂતો કોઈ પણ સ્થળે ઓફલાઈન નોંધણી પણ કરાવી શકે તેવી વ્યવસ્થા શરૂ કરવા વિનંતી કરવામાં આવી છે., ગ્રામીણ સ્તરે સત્તાઃ ગ્રામીણ રજીસ્ટર સહકારી મંડળીઓને પણ પાક નોંધણીની સત્તા આપવામાં આવે, જેથી ખેડૂતોને દૂર જવું ન પડે.અને મોબાઈલથી નોંધણીની સુવિધાઃ ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા પણ સરળતાથી નોંધણી કરી શકે તેવી વ્યવસ્થા શરૂ કરવા સૂચન કરાયું છે. આ મુખ્ય મુદ્દાઓની રજૂઆતો કરાય છે
સાથે આ પત્રમાં તાત્કાલિક ધોરણે આ સમસ્યાઓનું નિવારણ લાવવા અને ખેડૂતોને ટેકાના ભાવની યોજનાઓનો સમયસર લાભ મળી રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે. આ મુદ્દે સત્વરે પગલાં લેવામાં ન આવે તો ખેડૂતોને આર્થિક નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
