હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમરેલીમાં ફેકટરીમાં પ લાખનો સામાન ચોરી જનારા પાંચ તસ્કરો ઝડપાયા

અમરેલી તા. ૩: ગત તા. ૩૦ ના રાત્રીના કોઇ પણ સમયે આ કામના ફરિયાદીની ક્રિષ્ના એન્જીનીયરીંગ કંપની નામની પી.જી.વી.સી.એલ. ના સિમેન્ટ કોન્કીટ ના પોલ(થાંભલા) બનાવવાની ફેકટરીમા દરવાજાનું તાળુ તોડી ફેક્ટરીમાથી (૧)વાઈબ્રેટર નંગ ૦૩ (૨)કનવેટર નંગ ૦૧ (૩) વેલ્ડીંગ પેટી નંગ ૦૨ (૪) ૧૧ બંડલ કોથળામાં પેક રીંગુ (૫) ઈલીક્ટ્રીક મોટર નંગ ૦૬ (૬) ઈલેક્ટ્રીક ટેન્શન ટાવરની મોટર નંગ ૦૧ (૭) દેડકો પાણીની મોટર નંગ. ૦૧ (૮) પાણી છાટવાની મોટર નંગ ૦૧ મુજબના સામાનની ચોરી થયેલ.
જે અન્વયે અલગ-અલગ ટીમો બનવી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગાવવમાં આવેલ અલગ-અલગ સી.સી.ટી.વી. કેમેરાની મદદથી તથા એ.એસ.આઈ જી.બી.લાપા તથા પો.કોન્સ. હાજુભાઇ કનુભાઇની હકીકતના આધારે ઓરોપીને તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલને રીકવર કરી સદર અનડીટેક્ટ ગુન્હો અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલ છેર્.ં
પકડવામા આવેલ આરોપી (૧) જગદીશ કરમશીભાઇ વાધેલા (૨) સાહીલ રમેશભાઇ સોલંકી (૩) ભાવેશ કાનજીભાઇ સોલંકી (૪) સંજય કરમશીભાઇ પરમાર (૫) સંજય રમેશભાઇ પ્રજાપતી રહે.અમરેલી,રોકડિયા પરા છે.
(૧) રાજુભાઇ કાનજીભાઇ પરમાર (૨) મનોજભાઇ ઉકાભાઇ સોલંકી ફરાર થઇ ગયા છે.
ર્ંરીકવર કરવામા આવેલ મુદ્દામાલ (૧) લોખંડના વાઈબ્રેટર નંગ ૦૨ જેની કિ.રૂા.૧૨,૦૦૦/- (૨) લોખંડની વેલ્ડીંગ પેટી નંગ-૦૨ જેની કિ.રૂા.૧૧,૦૦૦/- (૩) લોખંડની નાના-મોટી ઈલીક્ટ્રીક મોટર નંગ ૦૬ જેની કિ.રૂા.૨૪,૦૦૦/- (૪) લોખંડની દેડકો પાણીની મોટર નંગ-૦૧ જેની કિ.રૂા.૪,૦૦૦/- (૫) ઇલેક્ટ્રીક કેબલ વાયર આશરે ૫૦ કિ.ગ્રા જેની કિ.રૂા.૫૦૦૦/- (૬) લોખંડનો ભંગાર આશરે ૩૦ કિ.ગ્રા જેની કિ.રૂા.૧૦૫૦/-(૭) મહિન્દ્રા બોલેરો પીક અપ વાહન રજી.નં. GJ-14-X-7945 જેની કિ.રૂ.૫,૦૦,૦૦૦/-કુલ ૫,૫૭,૦૫૦/- નો મુદ્દામાલ છે.
સદરહુ કામગીરી ઓ.કે.જાડેજા પો.ઇન્સ. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન તથા પો.સબ.ઇન્સ. જે.કે.પાંડવ તથા એ.એસ.આઇ. ગોબરભાઇ લાપા તથા એ.એસ.આઇ. મનીષભાઇ જોષી તથા હે.કોન્સ. હરેશભાઇ વાણિયા તથા પો.કોન્સ. અક્ષયરાજસિંહ ગોહીલ તથા પો.કોન્સ. હાજુભાઇ ભાદરકા તથા પો.કોન્સ. દેવાયતભાઇ ભેડા તથા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ટીમ દ્રારા કરવામાં આવેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
