<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

વન મહોત્‍સવ એ ભાવિ પેઢીના સ્‍વસ્‍થ ભવિષ્‍ય તરફનું હકારાત્‍મક પગલું: વિનોદ ચાવડા

મહિલા અને બાળ આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જર અને ધારાસભ્‍યોની ઉપસ્‍થિતિઃ કચ્‍છમાં પર્યાવરણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામ કરનારા સરપંચશ્રીઓ તથા પ્રગતિશીલ ખેડૂતોનું સન્‍માન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૩: કચ્‍છમાં ૭૬માં વન મહોત્‍સવની જિલ્લાકક્ષાની ઉજવણી  ગુજરાત રાજ્‍ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જર, મોરબી કચ્‍છના સાંસદ વિનોદભાઇ ચાવડા અને જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાની ગરીમામય ઉપસ્‍થિતિમાં ક્રાંતિગુરૂ શ્રી શ્‍યામજી કળષ્‍ણવર્મા કચ્‍છ યુનિવર્સિટી ખાતે કરવામાં આવી હતી.

સામાજિક વનીકરણ વિભાગ કચ્‍છ દ્વારા આયોજિત ૭૬મો વન મહોત્‍સવની ઉજવણી કાર્યક્રમમાં રાજ્‍ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરએ જણાવ્‍યું હતુ કે, વન મહોત્‍સવ એ કોઈ ઉજવણી નથી પરંતુ ભાવિ પેઢીને સુરક્ષિત જીવનનો વિશ્વાસ આપવાનો પવિત્ર સંકલ્‍પ છે.

આ પ્રસંગે કચ્‍છ મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડાએ ઉમેર્યું હતું કે, છેવાડાના ગામ સુધી પ્રાથમિક જરૂરિયાતો સાથે વળક્ષો અને પર્યાવરણ પ્રત્‍યે જાગળતિ ફેલાવવા માટે વડાપ્રધાનશ્રીએ ‘એક પેડ મા નામ' અભિયાન સાથે લોકોને એક તાંતણે બાંધ્‍યા છે. જેના પરિણામ સ્‍વરૂપ એક સમયે વારંવાર દુષ્‍કાળનો સામનો કરતા કચ્‍છમાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. તેમણે કોઈ એક વ્‍યક્‍તિ નહીં પરંતુ જિલ્લાના દરેક નાગરિકો, ખેડૂતો, વનવિભાગ, સરકારશ્રીના વિવિધ યોજનાકીય પ્રયાસો, પાણી બચવાની પહેલ સહિતના કાર્યો થકી આ બદલાવ શકય બન્‍યો હોવાનું જણાવીને તેમણે વળક્ષો વાવવા, જતન કરવા અનુરોધ કર્યો હતો.

ધારાસભ્‍ય અનિરુધ્‍ધભાઈ દવેએ નાગરિકોને વળક્ષો અને પ્રાણીઓ સાથે ભાવનાત્‍મક સંબંધ કેળવી તેમનું રક્ષણ કરી નૈતિક ફરજ બજાવવા સૂચન કર્યું હતું. આ સાથે કચ્‍છના સામાજિક વનીકરણ  વિભાગ દ્વારા ૧૬૫.૫ હેક્‍ટર વિસ્‍તારમાં કુલ ૩ લાખથી વધુ રોપાનું વાવેતર કર્યું છે તેમજ નવા આયોજન મુજબ ૨૨૦ ગામ, ૧૦ તાલુકા અને ૧ મહાનગર પાલિકામાં વન મહોત્‍સવની ઉજવણી કરવામાં આવશે ત્‍યારે દરેક નાગરિકોએ તેમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

ધારાસભ્‍ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે, કચ્‍છના સાનુકૂળ વાતાવરણને અનુરૂપ ખેર, બાવળ, ગૂગળ, ગુંદા, રાયણ, આંબો સહિતના વળક્ષો વાવી તેનું જતન કરવા સુચન હતું. તેમણે ખેડૂતો, માલધારીઓ અને નાગરિકોને વન વિભાગ સાથે જોડાઈને પર્યાવરણ સંરક્ષણની દિશામાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. ધારાસભ્‍ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્‍યું હતું કે, વન મહોત્‍સવએ પ્રકળતિ સાથેનો તોહ, જવાબદારી અને આવનારી પેઢીને હરીયાળું ભવિષ્‍ય આપવાની ભેટ છે. ત્‍યારે કચ્‍છને વધુ લીલુંછમ બનાવવા દરેક નાગરિકે એક નહીં પણ પાંચ વળક્ષો વાવવાનો અને ઉછેરવાનો સંકલ્‍પ કરી પ્રકળતિના આશીર્વાદ મેળવવા અનુરોધ કર્યો હતો. કચ્‍છ યુનિવર્સિટી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્‍મિબેન સોલંકી, કિસાન સંઘ પ્રમુખ કમંણભાઇ ગંગાણ, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી જે.આર.પટેલ, પヘમિ વન વિભાગના નાયબ વન સંરક્ષક એચ.જે. ઠક્કર, બન્ની નાયબ વન સંરક્ષક એન.વી.ચૌધરી, મદદનીશ વન સંરક્ષક પી.એન.વાઘેલા, કચ્‍છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલ, રજિસ્‍ટ્રાર ડો. અનીલ ગોર તથા અન્‍ય અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ, સરપંચશ્રી, ખેડૂતો, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્‍યામાં નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતાં.(૬.૬)

(11:41 AM IST)