News of Wednesday, 3rd September 2025
બાળકના નામે પ વૃક્ષ વાવીને તેનો ઉછેર કરવાનો સંકલ્પ કરીએઃ એસ. મનિશ્વર રાજા
પોરબંદરના રાણાવાવમાં ૭૬માં જિલ્લાકક્ષાના વન મહોત્સવમાં મુખ્ય વન સંરક્ષક એસ. મનિશ્વર રાજાનું પ્રેરક સંબોધનઃ પ્રકૃતિ પ્રેમીઓનું સન્માન

પોરબંદર તા. ૩ :.. સરકારી વિનયન કોલેજ, રાણાવાવ ખાતે ૭૬માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વડાપ્રધાનશ્રી એક પેડ માં કે નામ પહેલ હેઠળ મહાવિદ્યાલય પરિસરમાં વળક્ષારોપણ કરીને પર્યાવરણ સુરક્ષા અને હરિયાળું ગુજરાત રચવાના સંકલ્પ સાથે સૌને પ્રેરણા આપી હતી. મુખ્ય વન સંરક્ષક એસ. મનિશ્વર રાજાએ સંબોધનમાં બાળકોના નામે પ વૃક્ષ વાવીને તેનો ઉછેર કરવા સંકલ્પ કરવા જણાવ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમારે જણાવાયું હતું કે, માનવ જીવનમાં વળક્ષનો અગત્યનો ફાળો છે. આ માટે ઔદ્યોગીકરણ અને વિકાસની સાથે સાથે પર્યાવરણ સંતુલન કરવું પણ એટલું જ જરૂરી છે.
મુખ્ય વન સંરક્ષક શ્રી એસ મનિશ્વર રાજા દ્વારા જણાવાયું હતું કે, ભારતીય વન નીતિ મુજબ ૩૩્રુ વન આવરણ હોવું જોઈએ જે માત્ર વન વિભાગ એકલું કામ કરે તો શકય નથી. આના માટે જનભાગીદારી જરૂરી છે. વડાપ્રધાનશ્રીના એક પેડ માં કે નામ ના સંકલ્પ સાથે જોડાઈને જનભાગીદારી સાથે પ્રકળતિ પ્રેમીઓ વનવિસ્તાર વધારવા તેમજ રાષ્ટ્રને હરિયાળું બનાવવા સતત પ્રયત્નશીલ છે. આ પહેલને આગળ ધપાવતા આપડે હવે બાળકના નામે પાંચ વળક્ષ નો આપડે સંકલ્પ કરવો જોઈએ.
આ કાર્યક્રમની શરૂઆત મજીઠીયા હાઈસ્કૂલની બાળાઓ દ્વારા તૈયાર કરાયેલ ‘ભલે પધાર્યા' સ્વાગત ગીતની પ્રસ્તુતિ અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રજવલન કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ એક નવીનતમ પહેલ તરીકે તુલસીના રોપા દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન પોરબંદરના પ્રકળતિ પ્રેમીઓ કે જેમણે પ્રકળતિના જતન માટે વિશેષ કામગીરી કરી છે તેવા અણિયારી ગામના સરપંચ ડાયાભાઈ હુણ,પ્રકળતિ યુદ્ધ સોસાયટીના ડો. સિધ્ધાર્થ ગોકાણી, સર્વશ્રી વનરક્ષક પી આઈ ગોસાઈ, ડી બી ઓડેદરા, એમ પી જીવાણી, શ્રમયોગીશ્રી પાલાભાઈ રાડા, ખેડૂતશ્રી આશિષભાઈ પરમારને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં રોપા વિતરણ અને વળક્ષરથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ જિલ્લા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમમાં ક સ્વાગત પ્રવચન પોરબંદર એસીએફ આર . ડી પાઠકે કર્યુ હતું અને આભારવિધિ આરએફઓ બી. જે. ડોડીયાએ કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી, નાયબ વન સંરક્ષક પ્રસાદ રવી રાધાક્રિષ્ના, મામલતદાર સુમરાભાઈ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી આવડાભાઈ ઓડેદરા,રાણાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ મંજુબેન બાપોદરા,કુતિયાણા તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ ભરતભાઈ પરમાર,સરકારી વિનયન કોલેજ રાણાવાવના આચાર્ય આર. બી. જોશી,અગ્રણી સર્વ શ્રી ગોપાલભાઈ કોઠારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
