<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

મોરબી પાસે બંધ ભરડીયાના ગ્રાઉન્‍ડમાંથી ૮.૮૦ લાખનો દારૂ-બિયરનો જથ્‍થો પકડાયો

સુરેશ મારવાડી અને અન્‍ય બે શખ્‍સોના નામ ખુલતા શોધખોળ

તસ્‍વીરમાં પકડાયેલ દારૂનો જથ્‍થો અને પોલીસ સ્‍ટાફ નજરે પડે છે.(તસ્‍વીરઃ પ્રવિણ વ્‍યાસ-મોરબી)

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૩: મોરબીની રવિરાજ ચોકડી નજીક ગુરુકુળ જવાના રસ્‍તે બંધ ભરડીયાના ગ્રાઉન્‍ડમાં એલસીબી ટીમે બાતમીને આધારે રેડ કરી હતી અને બંધ ભરડીયાના ગ્રાઉન્‍ડમાંથી ઈંગ્‍લીશ દારૂ અને બીયરનો ૮.૮૦ લાખનો મુદામાલ મળી આવતા એલસીબી ટીમે દારૂ-બીયરનો જથ્‍થો જપ્ત કરી ત્રણ આરોપીની શોધખોળ ચલાવી છે.

મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે સુરેશ મારવાડી તેના અન્‍ય માણસો સાથે મળી રવિરાજ ચોકડી પાસે જુના સાદુળકા જવાના રસ્‍તે બંધ ભરડીયાના ખુલ્લા ગ્રાઉન્‍ડમાં બહારથી ઈંગ્‍લીશ દારૂનો જથ્‍થો ઉતારેલ છે જેથી એલસીબી ટીમે બંધ ભરડીયાના ગ્રાઉન્‍ડમાં રેડ કરી હતી સ્‍થળ પરથી બ્‍લેન્‍ડર પ્રાઈડ વ્‍હીસ્‍કી બોટલ નંગ ૯૬, સ્‍ટલીંગ રીઝર્વ ડીલક્ષ બ્‍લેન્‍ડેડ વ્‍હીસ્‍કી નંગ ૧૨, ૮ પીએમ વ્‍હીસ્‍કી બોટલ નંગ ૨૮૮, ગ્‍લોબસ ગ્રીન સ્‍પ્રીટ વ્‍હીસ્‍કી નંગ ૪૮, ગ્રીન લેબલ વ્‍હીસ્‍કી બોટલ નંગ ૨૮૮, રોયલ કલાસીક વ્‍હીસ્‍કીના પાઉચ ૧૪૪ અને બીયરના ૧૨૦ ટીન મળીને કુલ રૂ ૮,૮૦,૮૦૦ નો મુદામાલ કબજે લીધો છે આરોપી સુરેશ મારવાડી અને તેની સાથેના અન્‍ય બે માણસોના નામો ખુલતા મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્‍ટ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:18 PM IST)