News of Wednesday, 3rd September 2025
સૌરાષ્ટ્રના અલગ અલગ જીલ્લામા મંદિર ચોરીઓ આચરનાર ચાર આરોપીને ચોરીના મુદામાલ સાથે પકડી પાડી ૬ મંદિર ચોરીઓનો ભેદ ઉકેલતી જામનગર-એલ.સી.બી. : જુઓ વિડિયો
જામનગર, દેવભૂમિ-દ્વારકા અને રાજકોટ જીલ્લામાં મંદિર ચોરીઓને અંજામ આપેલ , રાત્રીના સમયે ચોરી કરવા માટે ગામથી દુર સીમ વિસ્તારમાં આવેલ મંદિરને ટારગેટ કરી મંદિરના તાળા નકુચા, લોખંડના કટર, સળીયા થી તોડી મૂતિ ઉપરથી તથા મંદિર માંથી ચાંદી તથા અન્ય ધાતુના છતર ની ચોરીને અંજામ આપતા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩ : સૌરાષ્ટ્રના અલગ અલગ જીલ્લામા મંદિર ચોરીઓ આચરનાર ચાર ઇસમોને ચોરીના મુદામાલ સાથે પકડી પાડીને ૬ મંદિર ચોરીઓનો ભેદ જામનગર-એલ.સી.બી.એ
ઉકેલી લીધો છે.
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, અશોકકુમાર (IPS) નાઓ તથા પોલીસ અધિક્ષક ડો રવિ મોહન સૈની (IPS) નાઓએ ધરફોડ ચોરી, મંદિર ચોરી, વાહન ચોરીના વણશોધાયેલ ગુન્હા શોધી કાઢવા સુચના કરેલ હોય,જેથી,એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર વી.એમ.લગારીયા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઇ. સી.એમ. કાટેલીયા તથા પો.સ.ઈ. શ્રી.પી.એન.મોરી તથા સ્ટાફના માણસો ધ્વારા જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લામાં મંદિર ચોરીના વણશોધાયેલ ગુના શોધી કાઢવા અંગે,જરૂરી વર્ક આઉટ કરી, સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી, વણશોધાયેલ ચોરીનો ગૂનો શોધી કાઢવા કાર્યરત હતા
દરમ્યાન એલ.સી.બી. ના ભયપાલસિંહ જાડેજા અજયભાઇ વીરડા, સુમીતભાઇ શિયાર તથા ક્રિપાલસિંહ જાડેજા નાઓને સંયુકત બાતમી રાહે હકિકત મળેલ કે, જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લામાં રાત્રી દરમ્યાન સીમ વિસ્તાર આવેલ મંદિરોને ટારગેટ કરી ચોરીને અંજામ આપના ઇસમો લાલપુર તાલુકાના ગંગાવાવ આશ્રમથી પાસે રોડ ઉપર મંદિર ચોરીને અંજામ આપનાર ચાર ઇસમો સ્વીફટ કાર તથા બે મો.સા. સ્પ્લેન્ડર મા લઇ ચોરી કરેલ ચાંદી તથા ધાતુના છતરો, મુગટ વગેરે સગેવગે કરવાની પેરવી કરી રહેલ છે તેવી હકીકત આધારે મજકૂર ઇસમને પકડી પાડી મજકુર ઇસમના કબ્જા હેઠળની ચોરીમાં ગયેલ, યાંદીના દાગીના તથા અન્ય મુદામાલ મળી આવતા કબ્જે કરી, મજકુર વિરૂધ્ધ પો.સબ ઇન્સ સી.એમ. કાંટેલીયા નાઓ એ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પોલીસે નાથા વીરાભાઈ ખરા ઉ.વ.૨૭ ધંધો ભંગારનો વેપાર રહે. ખોડિયારનગર ઘઉંના ગોડાઉન ની પાછળ દરેડ ગામ તા.જામનગર,રવિ વીરાભાઇ ખરા ઉ.વ. ધંધો મંજૂરી રહે. ખોડીયાર નગર શંકરના મંદિરની પાછળ દરેડ ગામ તા.જામનગર, ખોડા ઉર્ફે ભરત માનસૂરભાઈ ખરા ઉ.વ.૩૩ ધંધો મંજૂરી રહે. માધવ સોસાયટી દરેડ ગામ તા.જામનગર,ખીમા પુંજાભાઇ રાઠોડ ઉ.વ.૪૨ ધંધો કડિયાકામ રહે.ઠેબા ચોકડી પાસે તા. જી.જામનગર મુળ રહે. શેઠ વડાળા ગામ તા.જામજોધપુરની ધરપકડ કરી છે.
જયારે નાથા હીરાભાઈ સાગઠીયા રહે.બાધેલા ગામ તા.લાલપુરની શોધખોળ હાથ ધરી છે.
ફલ્લા ગામમાં આવેલ "ખોડીયાર માતાજીના મંદિરમાંથી ચોરી કરેલ હોય જે લાલપુર પો.સ્ટે.ગુરન-૦૭૨૦/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા-૨૦૨૩ કલમ ૩૦૫(ડી) વિગેરે ના કામે જર્મન સીલ્વર ધાતુ છતર ૪ કિ.રૂ.૨૪૦૦/- કબ્જે કરેલ છે. ખટીયા ગામમાં આવેલ "કોટેશ્વર મહાદેવ ના મંદિર " માથી ચોરી કરેલ હોય જે લાલપુર પો.સ્ટે.ગુરન-૦૭૨૧/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા- ૨૦૨૩ કલમ ૩૦૫(ડી) વિગેરે ના કામે જર્મન સીલ્વર ધાતુ છતર -૧ કિ.રૂ.૧૮૦૦/- કબ્જે કરેલ છે. જગા ગામમા આવેલ "રામાપીર ના મંદિરમાં ચોરી કરેલ હોય જે પંચ એ પો.સ્ટે. ગુરન-૧૦૩૨/૨૦૨૪ ભારતીય ન્યાય સહીતા-૨૦૨૩ કલમ ૩૦૫(એ) ૩૩૧(૨) ના કામે ચાંદીના છતર-ર તા યાંદીના પગલા જોડી-૧ કિ.રૂ.૩૦,૦૦૦/- કબજે કરેલ છે
ખોડીયાર માતાજીનું મંદીરમા ચોરી કરેલ હોય જે ભાયાવદર પો.સ્ટે.ગુરન-૦૩૭૭/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા-૨૦૨૩ કલમ ૩૦૫(ડી) ૩૩૧(૪) ના કામે ચાંદીના છતર-૧ કિ.રૂ.૨૫,૦૦૦/- કબજે કરેલ છે.પડવલા રોડ(ભાયાવદર) હિંગળાજ માતાજીના મંદીર માંથી ચોરી કરેલ હોય જે ભાયાવદર પો.સ્ટે.ગુરન-૦૩૭૮/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા-૨૦૨૩ કલમ ૩૦૫(ડી) ૩૩૧(૪) ના કામે સોનાનો ગ્લેટ ચડાવેલ ચાંદીના છતર-૧ કિ.રૂ.૬૩,000/- કબ્જે કરેલ છે.ભાણવડ તાલુકાના ઘુમલી આશાપુરા માતાજીના મંદીર માંથી ચોરી કરેલ હોય જે ભાણવડ પો.સ્ટે.ગુરન-૦૮૧૯/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા-૨૦૨૩ કલમ ૩૦૫(ડી) ૩૩૧(૪)૫૪ ના કામે ચાંદીના છતર-૭ કિ.રૂ.૩૭,૦૦૦/- તથા માતાજીનો મુંગટ -૨ કિ.રૂ. ૫૦૦/- તથા ધાતુ નો હાર -૧ કિ.રૂ.૨૫૦/- કબ્જે કરેલ છે. પોલીસે ચાંદીના છત્તર તથા મુગટ-૧૪ કિ.રૂ કિ.રૂ.૧,૫૯,૯૫૦ , સ્વીફટ કાર રજી નં.જી.જે.૨૫ એ ૯૪૫૯ કિ.રૂ.૧,૫૦,૦૦૦ , સ્પ્લેન્ડર મો.સા. રજી નં-જી.જે.૧૦ એ.જે.૬૭૭૧ કિ.રૂ.૨૦,૦૦0 ,સ્પ્લેન્ડર મો.સા. રજી ન-જી.જે.૦૫ એ.એસ. ૨૦૨૩ કિ.રૂ.૨૦,૦૦૦, મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૫,૦૦૦, લોખંડનું કટર કિ.રૂ.૧૦૦૦, લોખંડનો સળીયો કિ.રૂ.૫૦ સહિત કુલ મુદામાલ કિ.રૂ. કિ.રૂ.૩,૬૬,૦૦૦ કબજે કરેલ છે.
આરોપીઓએ સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ-દ્વારકા અને રાજકોટ જીલ્લામાં મંદિર ચોરીઓને અંજામ આપેલ છે આરોપીઓ રાત્રી સમયે ચોરી કરવા માટે ગામથી દુર સીમ વિસ્તારમાં આવેલ મંદિરને ટારગેટ કરી મંદિરના તાળા નકુચા, લોખંડના કટર, સળીયા થી તોડી મૂતિ ઉપરથી તથા મંદિર માંથી ચાંદી તથા અન્ય ધાતુના છતર ની ચોરીને અંજામ આપતા હતા.
આ કાર્યવાડી પો.ઇન્સ વી.એમલગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. સી.એમ કાંટેલીયા, પો.સ.ઈ. પી.એન. મોરી તથા એલ.સી.બી. સ્ટાફના, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલાવડીયા હિરેનભાઈ વરણવા ક્રિપાલસિંહ જાડેજા, સુમતિભાઈ શીયાર, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈવદ,પનશ્યામભાઈ ડેરવાળીયા, પ્રમેન્દ્રસિંહ એન જાડેજા, ભરતભાઇ ડાંગર,ભથપાલસિંહ જાડેજા, અજયભાઇ વિરડા, હિતેન્દ્રસિંહ જાડેજા કાસમભાઈ બ્લોચ નિર્મળસિંહ બેશજાડેજા યુવરાજસિં ઝાલા, મયુરસિંહ પરમાર કિશોરભાઇ પરમાર, કૃષિરાજસિંહ વાળા, બળવંતસિંહ પરમાર, ધમેન્દ્રસિંહ એમ. જાડેજા દયારામ ત્રિવેદી તથા 'બીજલભાઈ બાલાસરા સુરેશભાઈ માલકિયા વિગેરે વારા કરવામાં બાવેલ છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
