<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

જામનગરના રણુજામા ત્રિદિવસીય લોકમેળામાં રામાપીરના સાનિધ્યમાં લોકડાયરામાં ભરવાડ સમાજના રામધણી ગ્રુપના સભ્યોએ પૂનમબેન માડમ પર ડોલર, સોના-ચાંદીની નોટો અને રૂપિયા 500ની ચલણી નોટોનો વરસાદ કર્યો : સાંસદનુ પાઘડી પહેરાવીને સન્માન કર્યું

ભજન દરમિયાન મોબાઈલની ફ્લેશલાઈટથી રામદેવપીરની આરતી ઉતારી : સાંસદ પૂનમબેન માડમે પણ ફ્લેશલાઈટ કરીને આરતીમાં ભાગ લીધો :કલાકારોએ રામદેવપીરનાં ભજનોની રમઝટ બોલાવી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩ : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામે ચાલી રહેલા ત્રિદિવસીય લોકમેળામાં આવતા લોકો દ્વારા રામાપીરના સાનિધ્યમાં યોજાયેલ લોકડાયરામાં ભરવાડ સમાજના રામધણી ગ્રુપના સભ્યોએ સાંસદ પૂનમબેન માડમ પર ડોલર, સોના-ચાંદીની નોટો અને રૂપિયા 500ની ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. આ સાથે સાંસદને પાઘડી પહેરાવીને સન્માન પણ કર્યું હતું. 

રણુજામાં આવેલા રામદેવપીરના સાનિધ્યમાં યોજાયેલા લોકડાયરા દરમિયાન કલાકારોએ રામદેવપીરનાં ભજનોની રમઝટ બોલાવી હતી. ભજન દરમિયાન મોબાઈલની ફ્લેશલાઈટથી રામદેવપીરની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારે ઉપસ્થિત સાંસદ પૂનમબેન માડમે પણ ફ્લેશલાઈટથી આરતીમાં ભાગ લીધો હતો. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(4:13 PM IST)