<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

ભચાઉ તાલુકામાં ખેતરમાં વિજ લાઇન નાંખવા ખેડૂતો સામે થતી દાદાગીરી બંધ કરાવવા કોંગ્રેસ ખેડૂતોની પડખે

અદાણી કંપની દ્વારા પુરતા વળતર અને જાણ કર્યા વગર થતી બળજબરી બંધ કરવા તંત્ર સમક્ષ રજૂઆત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ૩: કચ્‍છ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલ, રામદેવસિંહ જાડેજા, ગનીભાઈ કુંભાર, ડો. રમેશ ગરવા, લાખાજી સોઢા, કિશોરદાન ગઢવી, અંજલી ગોર, ધીરજ ગરવા વગેરે ના પ્રતિનિધિ મંડળે કચ્‍છ જીલ્લાના ખેડૂતોને ખેતરોમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરોમાં ઉભેલા પાકને નુકશાન થાય તે રીતે વીજ ટાવરો ઊભા કરવામાં આવે છે અને કંપનીઓ ને યોગ્‍ય ખરાઈ કર્યા વગર પોલીસ બંદોબસ્‍ત ના આપવા તેમજ ઉચ્‍ચ કક્ષાના અધિકારી દ્વારા ફાળવેલ બંદોબસ્‍તના હુકમની નકલ ખેડૂતોને બતાવ્‍યા બાદ જ કાર્યવાહી કરવી ઉપરાંત માટે આજ રોજ જીલ્લા પ્રમુખ વી.કે. હુંબલ ના આગેવાનીમાં જીલ્લા કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ બોર્ડર રેન્‍જ આઈ જી ચિરાગ કોરડીયા ને મળી સરકારી નિયમો પ્રમાણે વીજ કંપનીઓ દ્વારા ભચાઉ તાલુકાના શિવલખા, લાકડીયા, ખોડાસર, ચાંદરોડી, નારણસરી, શિકારપૂર અને રાપર તાલુકાના બાલાસરી ગામના ખેડૂત ખાતેદારોની જમીનમાંથી લાકડીયા- અમદાવાદ ૭૬૫ કે.વી વિજલાઈન પાવરગ્રીડ દ્વારા ૪૦૦/૨૨૦ કે.વી લાઇન પસાર કરવાની કામગીરી કરે છે.

ખેડૂતો ને યોગ્‍ય માંગણી મુજબ વળતર મળે તે માટેની કાર્યવાહી ચાલુમાં છે. જેથી ખેડૂતોને યોગ્‍ય વળતર માટે આખરી નિર્ણય ના થાય ત્‍યાં સુધી કલેકટરશ્રીના હુકમ વગર કંપનીને પોલીસ બંદોબસ્‍ત નહીં આપવા વિનંતી છે.અને ખેડૂતોની રજૂઆત મુજબ નીચેની વિગતે કાર્યવાહી ચાલુમાં છે જેને ધ્‍યાનમાં લેવા ઉપરાંત પાવરગ્રીડ કંપની દ્વારા વીજટાવર ઊભા કરતી વખતે નિયંમ તેમજ કાયદાની જોગવાઈ મુજબ ટાવર ઊભા કરતાં પહેલા રેવન્‍યુ ઓથોરિટી મારફતે સ્‍થળ પંચનામું કરવું ફરજિયાત છે. તેમ છતાં આજ દિન સુધી સ્‍થળ પંચનામું કર્યા વગર કામ કરેલ છે અને ખેડૂતોની જમીન તેમજ પાકનું કેટલું નુકશાન થયેલ છે તે જણાવેલ નથી.

ખેતરમાં કંપનીના અધિકારીઓને મળવાનો પ્રયાસ કરે તો પણ ખેડૂતોને ધમકાવીને પોલીસવાનમાં બેસાડી પોલીસ સ્‍ટેશનમાં લઈ જવામાં આવે છે અને આખો દિવસ બેસાડી હાલ ચોમાસાની સિજન હોય ખેડૂતો તેમની જમીનમાં ખેતી કરી સકતા નથી અને ખેતીના પાકને પણ ભારે નુકશાન થાય છે જેથી ચોમાસાની સિજન દરમિયાન હાલે કામ બંધ રાખવામાં આવે તેવી માંગણી છે નહિતર ખેડૂતોની આખા વર્ષની સિજન બગડે તેમ છે. અત્‍યારે કચ્‍છમાં વીજકંપનીઓ કે અન્‍ય કંપનીઓ જ્‍યારે જરૂર પડે ત્‍યારે પોલીસ બંદોબસ્‍ત મેળવીને કામ કરાવે છે.

કોઈ પણ લેખિત આદેશ વગર કોઈ પણ કંપની ને બંદોબસ્‍ત આપવામાં ના આવે અને સ્‍થળ પર પોલીસ બંદોબસ્‍તનો આદેશ સાથે રાખે અને ખેડૂતોને કંપનીના અધિકારી ઓ સાથે મળતા રોકે નહીં તેમજ પોલીસ પણ ખેડૂતોને સહકાર આપે. ખેડૂતોને પોતાની જમીનમાં યોગ્‍ય વળતર મેળવવાનો અધિકાર છે અને જ્‍યાં સુધી યોગ્‍ય વળતરની કાર્યવાહી પૂર્ણ ના થાય આપના કચ્‍છ જિલ્લાની પોલીસ કોઈને બંદોબસ્‍તના આપે તેવી યોગ્‍ય સૂચનાઓ આપના તરફથી આપવામાં આવે તેવી માંગ કરાઈ છે.

(11:15 AM IST)