હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પોતાનાજ ઘરમાં ત્રણ હજારથી વધુ ગણપતિબાપાનું કલેક્શન કરનાર જામનગરના દિલીપભાઈ ઘૃવનું સન્માન કરાયું
મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને ભારત તિબબત સંઘ દ્વારા કરાયું વિશિષ્ટ સન્માન : 40 વર્ષની મહેનત બાદ દેશ-વિદેશના 3000 થી વધુ ગણપતિનો કરાયો છે સંગ્રહ*

મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૪ : એક ઘરમાં 3 હજાર ગણપતિ જી હા..., જામનગરમાં રહેતા નિવૃત બેંક કર્મચારી દિલીપભાઈ ધ્રુવે તેમની વર્ષોની મહેનત થી માત્ર ભારતના જ નહીં પણ દેશ-વિદેશના 3000 થી વધુ ગણપતિઓના સંગ્રહ કર્યા છે અને આ માટે તેમનું ભારત તિબત સંઘ અને મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું.
જામનગરના પટેલ કોલોની આનંદબાગ વિસ્તારમાં રહેતા નિવૃત બેંક કર્મચારી દિલીપભાઈ ધ્રુવ ના ઘરમાં જાને કે ગણપતિબાપાનું મ્યુઝિયમ હોય તેમ કિચેન,બોલપેન,મૂર્તિ અને ફોટોફ્રેમ એમ અલગ અલગ પ્રકારના 3000 થી વધુ ગણપતિઓ છે જેમાં સંગીતના વાજિંત્રો વગાડતા ગણપતિ,ક્રિકેટ રમતા ગણપતિ,ડોકટર અને પ્રોફેસર ના સ્વરૂપમાં ગણપતિ નો સમાવેશ થાય છે.
હાલ જ્યારે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે જામનગરના આ અનોખા ગણપતિ સંગ્રાહક દિલીપભાઈ ધ્રુવનું ભારત તિબબત સંઘ સંસ્થાના પ્રાંત સચિવ ડિમ્પલબેન રાવલ, પ્રાંતમાંથી પૂર્ણિમાબેન, પાયલબેન અધ્યક્ષ, ધારાબેન ઉપાધ્યક્ષ,
રીટાબેન ઉપાધ્યક્ષ સભ્ય શ્રી મીનાક્ષીબેન, મધુબેન,નીતાબેન, પ્રવિણાબેન, મીનાબેન,વાંસતી બેન, જ્યોતિબેન વિગેરે હોદ્દેદારોએ દિલીપભાઈનું વિશિષ્ટ સન્માન કર્યું હતું સમય અને આર્થિક બંને રીતે ભોગ આપી ને દિલીપભાઈ એ તેમનો વર્ષોનો ગણપતિ બાપાના અલગ અલગ સ્વરૂપોને સંગ્રહ કરવાના શોખને કારણે જામનગરનું પણ ગૌરવ વધાર્યું છે અને ખાસ તો એક જ જગ્યા પર ભક્તોને આટલા બધા ગણપતિના દર્શન શક્ય બન્યા છે ત્યારે ખાસ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જામનગરના નિવૃત બેંક કર્મચારી દિલીપભાઈ ધ્રુવના ઘરે ગણપતિ ઉત્સવ આવતા જ ગણેશ ભક્તો ની ભીડ જોવા મળે છે, અનેક સંસ્થાઓ અને પરિવારો 1 ઇંચ થી લઈ 3 ફૂટ સુધીના અને અલગ અલગ સ્વરૂપ ના 3000 થી વધુ ગણપતિ બાપા ને નિહાળવા પહોંચી જાય છે તેમાં જામનગર ઉપરાંત બહારગામથી પણ અનેક ગણપતિ ભક્તોનો સમાવેશ થાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
