News of Thursday, 4th September 2025
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે મુંબઇથી કુખ્યાત બુટલેગર વિજય ખાચર, નરેન્દ્ર જળુને ઝડપી લીધા
૧૫ થી વધુ ગુન્હાઓમાં સંડોવણી : રહેણાંક મકાનમાં તપાસ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૪ : સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં એસએમસીના દરોડા સતત વધી રહ્યા છે જેને લઈને નવનિયુક્ત પોલીસવડા પ્રેમસુખ ડેલું દ્વારા જિલ્લામાં ગુનાહિત પ્રવળત્તિઓ કરતા હોય તેવા ઇસમોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા છે જે અંતર્ગત સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચ ની ટીમને ખાનગી બાતમી મળી હતી કે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટું દારૂનું નેટવર્ક ચલાવતા વિજય સાકડી ખાચર અને નરેન્દ્ર જળુ મુંબઈની ખાનગી હોટલમાં રોકાણા છે. જેને આધારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમોને રવાના કરવામાં આવી હતી અને ખાનગી હોટલમાં બંને બુટલેગર રોકાયા હતા ત્યાં તેમને ઝડપી પાડી સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યા છે..
તાજેતરમાં સાયલા નજીક રહે છે દારૂ ભરેલ કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું હતું ત્યારે બીજી તરફ વઢવાણ નજીક એસએમસી દ્વારા દારૂ ભરેલું કન્ટેનર ઝડપી લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત વાંકાનેર સાયલા વિસ્તારમાં પણ પોલીસ વિભાગ દ્વારા દારૂ ઝડપી પાડી અને આ સમગ્ર દારૂ છે તે વિજય સાકડી ખાચરનો અને નરેન્દ્ર જળુંનો હોવાનું સામે આવ્યું હતું
નામચીન બંને બુટલેગરોને ઝડપી પાડી ઝડપી પાડી સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી પોલીસ એ ડિવિઝન પોલીસ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ૮૦ ફૂટ રોડ ઉપર આવેલા બુટલેગર વિજય સાંકળીના ઘરની તલાશી લેવામાં આવી હતી. ત્યારે જે સોસાયટીમાં બુટલેગર વસવાટ કરી રહ્યો છે ત્યાં પોતાના પર્સનલ કેમેરા લગાવ્યા હોવાનું સામે આવ્યું છે.
સામાન્ય રીતે ચાલી રહેલી સોસાયટીમાં હિલચાલ પર બુટલેગર બાજ નજર રાખતો હતો અને ત્યાં પોલીસ જાય તો ત્યાંથી નાસી જતો હોય તે પ્રકારની તપાસમાં વિગતો સામે આવી છે જો કે હાલ બન્ને બુટલેગરોને ઝડપી પાડી સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટું દારૂનું નેટવર્ક ચલાવતા બંને બુટલેગરો સામે પગલાં ભરવામાં આવી રહ્યા છે
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
