તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th September 2025
બગસરા સહકારી મંડળી પ્રગતિમાં પ્રથમ ક્રમેઃ નિકોલ શાખાના પ્રારંભ પ્રસંગે બિરદાવતા રૂપાલા
રાજકોટ, અમરેલી, ચલાળા, ધારી, લીલીયા, વડોદરા, અમદાવાદમાં શાખાઓ કાર્યરત

બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીની નિકોલ (અમદાવાદ) શાખાના ઉદઘાટન અને સામાન્ય સભામાં સાંસદ પરસોતમ રૂપાલા, હસમુખ પટેલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કોૈશિક વેકરિયા મંડળીના સ્થાપક ચેરમેન રશ્વિનભાઇ ડોડીયા, જનરલ એમ.ડી. નિતેશભાઇ ડોડિયા વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.
રાજકોટ તા.૩: શ્રી બગસરા નાગરીક શરાફી સહકારી મંડળી લી ની અમદાવાદ મુકામે ૯ મી શાખા નિકોલ શાખા નો ઉદઘાટન સમારોહ તથા ૪૧મી વાર્ષિક સાધારણ સભા પુર્વે કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરશોતમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને તથા મંડળીના સ્થાપક ચેરમેનશ્રી રશ્વિનભાઈ ડોડીયાની આગેવાનીમાં મળી હતી.
પરશોતમભાઈ રૂપાલાએ ગુજરાત ની ૬૩૫૦ થી વધુ મંડળીઓમાર્થી નફાની દ્વષ્ટિએ શ્રી બગસરા નાગરીક શરાફી સહકારી મંડળી એ ‘‘પ્રથમ ક્રમાક'' મેળવવા બદલ અભિનંદન પાઠવેલ તેમજ ૪૧ વષઁથી સતત સભાસદોના હિત માટે કામો કરતી સંસ્થા એક બેંકીગ અને કોર્પોરેટર જેવી સવલતો અપાઈ રહેલી છે. તેવી આ સંસ્થાની કામગીરીઓને બીરદાવેલ. સ્થાપક ચેરમેન રશ્વિનભાઈ ડોડીયાએ સભાસદ હિતલક્ષી યોજનાઓ, પુરતુ ડિવિડન્ડ, સભાસદ ભેટ, તેમજ સભાસદને લાભદાયી વિવિધ યોજનાઓ થકી સભાસદ લક્ષી નિર્ણયોથી જે વિશ્વાસ પ્રાપ્ત થયો છે. જેનાથી મંડળી એક પરીવારની જેમ આગળ વધી ગુજરાતમાં પ્રથમ ક્રમાકે પહોચેલ છે. બધી મંડળીઓમાં સોૈથી વધુ નફો બગસરા મંડળીનો છે.
કાર્યક્રમમાં અમદાવાદ ના સાંસદ હસમુખભાઈ પટેલ, ગુજરાત રાજય નાયબ દંડક કૌશીકભાઈ વેકરીયા, ધારસભ્ય જે.વી. કાકડીયા, કંચનબેન રાદડીયા, વડોદરા મ્યુ.કોર્પોરેશન ડેપ્યુટી મેયરશ્રી ચિરાગભાઈ બારોટ, આધસ્થાપક શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ નિકોલ-નરોડા મગનભાઈ રામાણી, ચેરમેન સૌરાષ્ટ્ર કો ઓપ. બેંક લી.પરશોતમભાઈ ગેવરીયા, પુર્વે ડીરેકટર સૌરાષ્ટ્ર કો ઓપ. બેંક લી.કુરજીભાઈ વાડદોરીયા, પ્રમુખ એ.પી.એમ.સી-બગસરા કાંતીભાઈ વેકરીયા, અમદાવાદ ભા.જ.૫. મહામંત્રી પરેશભાઈ લાખાણી, પુર્વે ધારાસભ્યશ્રી-અમદાવાદ કનુભાઈ કોઠીયા, પુર્વે પ્રમુખ અમરેલી જીલ્લા પંચાયત શરદભાઈ લાખાણી, ચેરમેનશ્રી અવધ શરાફી સહકારી મંડળી લી ભરતભાઈ ચૌહાણ, પ્રમુખશ્રી વાઝા જ્ઞાતિ સમાજ-અમદાવાદ (બ્લુ બુધ્ધા બ્રાન્ડ ઓનર) હસમુખભાઈ ગોહેલ, અગ્રણી બિલ્ડર ભરતભાઈ ભુવા, વિપુલભાઈ રાદડીયા, જે.જે.કોરાટ, પુર્વે સંયુક્ત રજીસ્ટ્રાર ગાંધીનગર જે.એલ મહેતા, સહીતના આગેવાનો એ મંડળીની પ્રગતિ ને બિરદાવેલ. આ કાર્યક્રમ મંડળીની શાખાઓના સંચાલકો સભાસદોની વિશાળ સંખ્યામાં યોજાયેલ. આ કાર્યક્રમમાં સ્વાગત નિકોલ શાખા એમ.ડી વિનુભાઈ રાદડીયા, મહેશભાઈ વ્યાસ, ડી.જી.મહેતા એ કરેલ જયારે કાર્યક્રમનુ સંચાલન જનરલ એમ.ડી નિતેષભાઈ ડોડીયાએ અને આભારવિધી સંજયભાઈ કાછડીયા એ કરેલ તેમ ફિલ્ડ ઓફીસર જયદિપભાઈ નાકરાણી જણાવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મંડળીની વડી કચેરી બગસરામાં છે. ઉપરાંત ધારી, ચલાળા, લીલીયા, રાજકોટ, વડોદરા, બાપુનગર અને નિકોલ (અમદાવાદ), અમરેલી સહિત ૮ શાખાઓ કાર્યરત છે.(૨.૧૭)
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
