તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th September 2025
જૂનાગઢ નજીક ‘હિટ એન્ડ રન': અજાણ્યા ફોરવ્હીલ ચાલકે બાઇકને ઉલાળતા જેનુલભાઇનું રાજકોટમાં મોત
પાંચ દિવસ પહેલા બનાવઃ ચારને ઇજા થઇ હતીઃ યુવાન કોૈટુંબીક ભાઇઓ સાથે ટીનમસ ગામેથી જુનાગઢ જતા'તાઃ પરિવારમાં આક્રંદ

રાજકોટ તા.૪: જૂનાગઢના નવા બાયપાસ રોડ પર પાંચ દિવસ પહેલા ‘હિટ એન્ડ રન'ની ઘટનામાં બે ટુવ્હીલરને અજાણ્યા ફોરવ્હીલના ચાલકે હડફેટે લેતા ચાર વ્યકિતને ઇજા થઇ હતી. જેમાં એકનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ જૂનાગઢના ગલીયાવાડમાં રહેતા જેનુલભાઇ હુસેનભાઇ સીડા (ઉ.વ.૩૩) ગત તા.૩૧/૮ના રોજ બે અલગ- અલગ મોટરસાયકલમાં તેના કોૈટુંબીક ભાઇ વસીમભાઇ, હુસેનભાઇ તથા દિલાવરભાઇ સાથે ટીનમસ ગામેથી જુનાગઢ આવતા હતા ત્યારે જુનાગઢ નજીક નવા બાયપાસ રોડ પર એક અજાણ્યા ફોરવ્હીલના ચાલકે બંને ટુ વ્હીલરને ઉલાળતા ચારેય ફંગોળાઇ ગયા હતા. અકસ્માત સર્જી ચાલક ફોરવ્હીલ લઇને ભાગી ગયો હતો. ચારેયને માથા તથા શરીરે ઇજા થઇ હોઇ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે જુનાગઢ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. બાદ જેનુલભાઇને વધુ સારવાર માટે રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં ગઇકાલે તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા બી-ડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઇ. ડી.બી. ગાધે સહિતે પ્રાથમિક કાગળો કરી જૂનાગઢ મોકલવા તજવીજ હાથધરી છે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
