તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th September 2025
મુન્દ્રામાં શ્રમિકની હત્યાથી ચકચાર: કચ્છમાં ૮ દિ’ માં ચોથી હત્યા
ઝારખંડથી કામની શોધમાં આવેલ શ્રમિકની ગટરના ખાડા પાસેથી મળેલી લાશ બાદ પોલીસ તપાસનો ધમધમાટ

વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૪ :કચ્છના મુન્દ્રા ના બોરાણા સર્કલ પાસે એક ગોડાઉન નજીક ગટર ના નાલા માં ૨૦ વર્ષીય
પર પ્રાંતિય શ્રમિક યુવાનની હત્યાના બનાવે ચકચાર સર્જી છે. આ બનાવ રાત્રી ના કોઈ પણ સમયે થયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
લાશ મળી આવ્યાની જાણ થતા આસપાસ ના રહેવાસીઓ બનાવ સ્થળ એકઠા થયા હતા. બનાવની જાણ થતા ઝીરો પોઇન્ટ પોલીસચોકી ના ઇન્ચાર્જ જયેન્દ્ર સિંહ ઝાલા સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ ઉપરથી જયેન્દ્રસિંહ ઝાલા એ જણાવ્યું હતું કે હતભાગી મૃતક ઓમચંદ્ર માજી ઉંમર ૨૦ વર્ષ ગઈકાલે જ ઝારખંડથી કચ્છના મુન્દ્રા આવ્યો હતો અને કામધંધો શોધતો હતો. ત્યાં જ રાત્રી ના કોઈ પણ સમયે તેની હત્યાં થઈ હતી. હતભાગી ના પીએમ બાદ હત્યા જ કેવી રીતે થઈ છે તે પોલીસ તપાસમાં ખુલશે. બનાવ સ્થળે હતભાગી ના શરીર ના લોહી ના ડાઘા અને તેની ચંપલ જોવા મળી હતી. બનાવ સ્થળે પહોંચેલા મુન્દ્રા પોલીસ મથક ના પી આઈ રાકેશ ઠુંમ્મર એ હત્યાં કરનાર શખ્સ ને પકડવા ના ચક્રો ગતીમાન કર્યા છે અને હતભાગી ઓમચંદ્ર સાથે રહેતા શખ્સ ની પોલીસે પૂછપરછ હાથ ધરી છે. છેલ્લા ૮ દિવસમાં કચ્છમાં હત્યાનો ૪ થો બનાવ છે. ભુજ, નંદગામ (ભચાઉ), કારૂડા (રાપર) અને હવે મુન્દ્રામાં હત્યાનો બનાવ બન્યો છે. (તસ્વીર: રાજ સંઘવી, મુન્દ્રા)
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
