<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

ધોરાજીના પીપળીયા ગામે ફોરેસ્‍ટના મહિલા કર્મચારીને માર મારી ફરજમાં રૂકાવટ કરી

અમારા વિરૂધ્‍ધ કલેકટરને શું અરજી કરેલ છે? તે પુછતા મોટી મારડના પરેશ વાછાણીએ નિર્લજજ હુમલો કરી ઝપાઝપી કરી

રાજકોટ, ચા., ૪ : ધોરાજીના પીપળીયા ગામે ફોરેસ્‍ટના મહિલા કર્મચારી ઉપર નિર્લજ્જ હુમલો કરી માર મારી ફરજમાં રૂકાવટ કરનાર મોટી મારડના શખ્‍સ સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ ધોરાજી જમનાવડ રોડ ઉપર રહેતા અને ફોરેસ્‍ટ વિભાગમાં નોકરી કરતા નિહારીકાબેન ઠાકોરભાઇ પંડયા (ઉ.વ.૩પ) રે. આરોપી પરેશ વાછાણી રે. મોટી મારડ ગામ સામે ધોરાજી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદી પીપળીયા ગામે મેલડીમાંના મંદીર પાસે ગયેલ ત્‍યારે આરોપીને ફરીયાદીએ અમારા વિરૂધ્‍ધ કલેકટરને શું અરજી કરેલ છે

તેમ પુછતા આરોપી ઉશ્‍કેરાઇ જઇ ફરીયાદી ફોરેસ્‍ટ વિભાગમાં સરકાર કર્મચારીઓ હોવાનું સારી રીતે જાણવા છતા તેમની ફરજમાં અડચણ ઉભી કરી તેમની આબરૂ લેવાના ઇરાદાથી તેમનો હાથ પકડી અને જાહેરમાં તેમની લાજ લેવાના ઇરાદે ઉંચા અવાજે બિભત્‍સ શબ્‍દો બોલી ઝપાઝપી કરી શરીરે ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજાઓ કરી હતી.

આ ફરીયાદ અન્‍વયે ધોરાજી તાલુકા પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(1:55 PM IST)