News of Thursday, 4th September 2025
જામનગર શહેરમાંથી ચોરી કરેલ એક હીરો કંપનીનુ મોટરસાયકલના મુદામાલ સાથે કાયદાથી સંઘર્ષિત કિશોરને પકડી પાડતી ધ્રોલ પોલીસ

ધ્રોલ પોલીસ સ્ટાફના પોલીસ હેડ કોન્સ રાજેશભાઇ કે.મકવાણા તથા કલ્પેશભાઇ ડી.કામરીયા તથા હરદેવસિંહ જે.જાડેજા તથા પોલીસ કોન્સ રઘુવીરસિંહ સી.જાડેજાને મળેલ હકિકત મળેલ કે, એક શખ્શ ચોરી કરેલ મો.સા સાથે જામનગર થી રાજકોટ તરફ પસાર થઇ રહેલ છે જે હકીકતના આધારે રવેચી હોટલ પાસે એક કાયદાથી સંઘર્ષિત કિશોર રજી.નં- GJ-10-AJ-3277 મો.સા સાથે મળી આવેલ જેને સદરહું મો.સા બાબતે પુછપરછ કરતા આ મો.સા ગઈ તા-૦૩/૦૯/૨૦૨૫ ના રાત્રીના સમયે આર.કે.મેડીકલ નાગનાથ ગેટ પાસે જામનગરથી ચોરી કરેલની કબુલાત આપેલ જેથી મો.સા રજી.નં-GJ-10-AJ-3277 નુ કિ.રૂ.30,000/-નુ ગણી બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરેલ છે
આ કામગીરી ધ્રોલ પો.સ્ટે. ના પો.ઇન્સ. એચ.વી.રાઠોડ તથા પો.હેડ.કોન્સ આર.કે.મકવાણા તથા કે.ડી.કામરીયા તથા એચ.જે.જાડીજા તથા પો.કોન્સ. રધુવિરસિંહ ચંદુભા જાડેજા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.( સંજય ડાંગર ધ્રોલ)
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
