<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

સુરેન્દ્રનગરથી હીરાસર એરપોર્ટ રાજકોટ સુધી એસ.ટી.ની વોલ્વો બસસેવા શરૂ

વઢવાણના ધારાસભ્ય અને મુખ્ય નાયબ દંડક જગદીશભાઇ મકવાણા અને જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણે લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો

સુરેન્દ્રનગરથી હીરાસર એરપોર્ટ રાજકોટ સુધી એસ.ટી.ની વોલ્વો બસસેવા શરૂ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર એસ.ટી. ડેપો ખાતે વઢવાણના ધારાસભ્ય અને મુખ્ય નાયબ દંડક જગદીશભાઇ મકવાણા અને જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણે લીલી ઝંડી દર્શાવીને વોલ્વો બસસેવાનો શુભારંભ કરાવ્યો હતો. એસ.ટી.ની AC ટુ બાય ટુ બસ સુરેન્દ્રનગરથી રોજ ચાર ટ્રીપ દોડશે. જે મુળી ચોટીલા હીરાસર એરપોર્ટ રાજકોટ સુધી જશે. હવે હીરાસર એરપોર્ટ સુરેન્દ્રનગરથી જતા મુસાફરોને સીધી બસની સુવિધા ઉપલબ્ધ થતા લોકોમાં આનંદ વ્યાપ્યો છે

(10:13 PM IST)