News of Thursday, 4th September 2025
સખત ગરમી બાદ કચ્છના હવામાનમાં પલટા સાથે અડધાથી એક ઈંચ વરસાદ : જુઓ વિડીયો
રાપર, ભચાઉ, કંડલા, ગાંધીધામ, કુકમા, ખાવડા, ભુજ, મુન્દ્રામાં વરસાદી માહોલ

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : વરસાદની આગાહી વચ્ચે કચ્છના હવામાનમાં ભારે ગરમી બાદ આજે મોડી સાંજથી રાત્રિ દરમ્યાન પલટો આવ્યો છે. પૂર્વ કચ્છના રાપર અને ભચાઉમાં જોરદાર ઝાપટાઓ સાથે એક ઇંચથી વધુ પાણી પડી ગયું છે. જ્યારે કંડલા, આદિપુર, મુન્દ્રા, અંજાર, ભુજમાં પણ ભારે ઝાપટા સાથે રોડ ઉપર પાણી વહી નીકળ્યા છે. વીજળીના ચમકારા સાથે એકંદરે વરસાદી માહોલ મુરઝાતા પાક તેમ જ ખેડૂતો માટે આ વરસાદ શુકનવંતો છે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
