News of Thursday, 4th September 2025
ખાનગી શાળાના સંચાલક સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ
વિદ્યાર્થી સાથે અડપલાંનો આરોપઃઆરોપી શૈલેષ શંભુભાઈ ખુટ પર વિદ્યાર્થી સાથે ચારથી પાંચ વખત અડપલાં કરવાનો ગંભીર આરોપ છે

અમરેલી, તા.૪
અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં શિક્ષણ જગતને શરમજનક સ્થિતિમાં મૂકે તેવો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. અહીંના કોટડા પીઠા ગામમાં આવેલી રિદ્ધિ સિદ્ધિ સ્કૂલના સંચાલક સામે ધોરણ ૭માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી સાથે અડપલાં કરવા બદલ પોક્સો (POCSO) એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી શૈલેષ શંભુભાઈ ખુટ (ઉં.વ. ૩૯) પર વિદ્યાર્થી સાથે ચારથી પાંચ વખત અડપલાં કરવાનો ગંભીર આરોપ છે. આ ઘટના બહાર આવતા જ વાલીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ફરિયાદ નોંધાયા બાદ બાબરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી શૈલેષ ખુટની ધરપકડ કરી હતી. ત્યારબાદ, તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે. આ કિસ્સાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે અને બાળકોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
