<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

કચ્છના મુન્દ્રામાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઈદે મિલાદુન્નબી ની શાનદાર ઉજવણી

સેવાભાવી સંસ્થા જન સેવા ના સંચાલક અને યુવા પત્રકાર રાજ સંઘવીની સેવાભાવનાને બિરદાવી સન્માન કરાયું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫ :કચ્છ જિલ્લાના મુન્દ્રા મધ્યે દાઉદ્દી વ્હોરા સમાજ દ્વારા જશ્નેઈદેમિલાદુન્નબી પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

બુધવારે સાંજે વ્હોરા સમાજ ના ભાઈઓ સમાજ ની મસ્જિદ પાસે એકત્રિત થયા હતા અને ત્યાંથી શિસ્તબધ્ધ રીતે બેન્ડ પાર્ટી ના સથવારે શાનદાર ઈદ ઝૂલુસ નીકળ્યું હતું. જે શહેર ના કંદોઈ બજાર, માંડવી ચોક, નવલખા બંગલા થઈ મસ્જીદે સંપન્ન થયું હતું. આ ઝૂલુસ માં જનાબ આમીલ સાહેબ શેખ હાતીમભાઈ મનવર વાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે દાઉદી વ્હોરા સમાજ ના શેખ શબ્બીરભાઈ વ્હોરા એ સૌને ઈદ ની શુભેચ્છાઓ પાઠવી હતી. વ્હોરા સમાજ ના પરિવારજનો આ પ્રસંગે બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. ઈદ પ્રસંગે રાત્રે મસ્જિદ માં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ઝૂલુસ માં સુશોભીત બે બગી આકર્ષણરૂપ રહી હતી અને સમાજ ના નાના બાળકો ના હાથ તિરંગા આકર્ષણ રૂપ બન્યા હતા.

મુન્દ્રા દાઉદી વ્હોરા સમાજ દ્વારા આજે ઈદ પ્રસંગે શહેર માં મુખ્ય માર્ગો પર થી ભવ્ય ઈદ ઝૂલુસ નીકળ્યો હતો 

બાદ માં દાઉદી વ્હોરા સમાજ ના જમાલ આમીલ સાહેબ શેખ હાતીમ ભાઈ મનવરવાલા એ મુન્દ્રા ની સેવાભાવી સંસ્થા જન સેવા ના સંચાલક અને યુવા પત્રકાર રાજ સંઘવીનું સન્માન કર્યું હતું. 

ગોલ્ડન ટ્રાન્સપોર્ટના શેખ શબ્બીર ભાઈ વ્હોરા એ દિન દુખીયા લોકો સુધી પહોંચતી જન સેવા ની કામગીરી ને બિરદાવી પ્રોત્સાહન આપ્યું હતું.

(9:22 AM IST)