News of Friday, 5th September 2025
જૂનાગઢમાં ડો.સુભાષ મહિલા કોલેજ ખાતે ગણપતિ મહોત્સવની ઉજવણી
ધાર્મિક અને સાંસ્ક્રુતિક અવસરને સાથે સાંકળીને પ્રતિભા શોધ કાર્યક્રમમાં પ્રથમ દ્વિતિય અને તળતિય નંબર પ્રાપ્ત કરનાર બહેનોને ઇનામ અર્પણ : આ મહોત્સવને અનુરૂપ સાંસ્ક્રુતિક ગીતો પર બહેનોએ રાસ લીધા : આચાર્ય ડો.બલરામ ચાવડા તથા સ્ટાફ પરિવાર અને તમામ વિદ્યાર્થીનીઓએ ગણપતિ દાદાની વૈદિક મંત્રોચ્ચાર સાથે આરતી કરીને ગણપતિદાદાને પ્રિય લાડુનો પ્રસાદ ધરવામાં આવ્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૪: ભારતીય સંસ્ક્રુતિ અને સનાતન ધર્મમાં ગણપતિદાદાનું ઉચ્ચ સ્થાન રહ્યું છે. કોઈપણ માંગલિક પ્રસંગે સૌપ્રથમ ગણપતિ પૂજન કરવામાં આવે છે. આઝાદીના આંદોલન સમયે લોકમાન્ય તિલકે લોકજાગળતિ આણવા અને લોકસમુદાયને ભેગો કરવા માટે મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવો યોજયા અને ધીરે ધીરે ગણપતિ ઉત્સવ આજે સમગ્ર ભારતમાં ધર્મજાગળતિ રૂપે ઉત્સવ પ્રિય જનતા યોજવા લાગી છે.
આજરોજ મનોરંજન યુવક મંડળ સ્થાપિત ગણપતિજીના પંડાલમાં ડો. સુભાષ મહિલા આર્ટ્સ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ જૂનાગઢ એ પણ આ મહોત્સવની હરખભેર ઉજવણી કરી. સંસ્થાના આચાર્ય ડો.બલરામ ચાવડા તથા સ્ટાફ પરિવાર અને તમામ વિદ્યાર્થીનીઓએ ગણપતિ દાદા ની વૈદિક મંત્રોચ્ચાર સાથે આરતી કરી તથા ગણપતિ દાદાને પ્રિય એવા લાડુનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો અને સહુએ પ્રસાદ લીધો.
આ મહોત્સવને અનુરૂપ સાંસ્ક્રુતિક ગીતો પર બહેનોએ રાસ લીધા. આ ધાર્મિક અને સાંસ્ક્રુતિક અવસરને સાથે સાંકળીને કોલેજમાં અગાઉ યોજાયેલ પ્રતિભા શોધ કાર્યક્રમમાં પ્રથમ દ્વિતિય અને તળતિય નંબર પ્રાપ્ત કરનાર બહેનોને ગિફ્ટ આપી બહુમાન કરવામાં આવ્યું.
આ અવસરે વિદ્યાર્થીની ઓને ગણપતિ પૂજાનું મહત્વ સમજાવ્યું કે ગણપતિ દાદા માનવને અહંકાર અવિદ્યા અને અવરોધોને દૂર કરી સદબુદ્ધિ આપે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદરવા સુદ ૪ ના રોજ એટલે મનાવાય છે કે આ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે એ વાત અવગત કરાવવામાં આવી. આ એવો તહેવાર છે કે જે ભારતભરમાં નહીં ભારતના સીમાડા વટાવી એશિયાભરના ઘણા દેશોમાં ઉજવાય છે. આ તહેવારને સંસ્ક્રુત,તમિલ, તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી અને કોંકણીમાં વિનાયક ચવિથી અને નેપાળમાં વિનાયક ચથા તરીકે ઓળખવામાં આવે છે. કોલેજના પરિસરમાં આ પ્રકારના ધાર્મિક અને સાંસ્ક્રુતિક તથા જ્ઞાનવર્ધક કાર્યક્રમ યોજવા બદલ સંસ્થાના ટ્રસ્ટી શ્રી જવાહરભાઈ ચાવડા અને મિતાબેન ચાવડાએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.(તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)(૨૩.૩)
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
