News of Friday, 5th September 2025
ચોટીલા નજીક બોલેરોએ બાઇકને ઉલાળતાં મા-દિકરો ફંગોળાયાઃ માતા શાંતુબેનનું મોત
મોટી મોલડીથી હટાણુ કરવા જતાં હતાં ત્યારે બનાવઃ ૬૦ વર્ષના વૃધ્ધાએ રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડતાં પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૫: ચોટીલા નજીક બોલેરોએ બાઇકને ઠોકરે ચડાવતાં બાઇકસવાર મોટી મોલડી ગામના માતા-પુત્ર ફંગોળાઇ જતાં ઇજાઓ થઇ હતી. જેમાં સારવાર દરમિયાન માતાનું રાજકોટ ખાતે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ મોટી મોલડી ગામે રહેતો સંજયભાઇ વાલાભાઇ ખોરાણી (ઉ.વ.૩૩) પોતાના માતા શાંતુબેન વાલાભાઇ ખોરાણી (ઉ.વ.૬૦)ને બાઇકમાં બેસાડી મોલડીથી ચોટીલા હટાણુ કરવા જવા નીકળ્યો હતો. મા-દિકરો ચોટીલા નજીક દેવાંશી હોટલ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી બોલેરો જેવા વાહને બાઇકને ઠોકરે ચડાવતાં બંને મા-દિકરો ફેંકાઇ જતાં ઇજાઓ થતાં ચોટીલા હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
જેમાં માતા શાંતુબેનને ગંભીર ઇજા પહોંચી હોઇ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનારને સંતાનમાં ત્રણ દિકરા અને ત્રણ દિકરી છે. દિકરાઓ ખેતી કરી ગુજરાન ચલાવે છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડ, પ્રશાંતભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ ચાવડાએ ચોટીલા પોલીસને જાણ કરી હતી. (૧૪.૬)
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
