<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

પડધરીના ફતેપરમાં ત્રીસ વર્ષના ખેત મજૂર રતનનું સર્પદંશથી મોત

રાજકોટ હોસ્‍પિટલમાં મૃત્‍યુઃ મુળ મધ્‍યપ્રદેશના પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૫: સાપ કરડી જવાને કારણે મૃત્‍યુનો સતત બીજો બનાવ બન્‍યો છે. ગઇકાલે થાનમાં એક યુવતિનું સર્પદંશથી મોત થયું હતું. દરમિયાન બીજા બનાવમાં પડધરીના ફતેપરામાં ખેત મજૂર યુવાનનું આવા બનાવમાં મૃત્‍યુ થતાં પરિવારજનોમાં કકલ્‍પાંત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ પડધરીના ફતેપરામાં વિપુલભાઇ ધરમશીભાઇની વાડીમાં પરિવારજનો સાથે રહી ખેત મજૂરી કરતો   મુળ મધ્‍યપ્રદેશનો રતનભાઇ દુકાલભાઇ બામનીયા (ઉ.વ.૩૦) ગઇકાલે બપોરે વાડીમાં પાણી વાળવાનું કામ કરતો હતો ત્‍યારે પગમાં સાપે દંશ મારી દેતાં પ્રથમ ખાનગી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું મૃત્‍યુ થયું હતું.હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્‍દ્રભાઇ ચાવડાએ જાણ કરતાં પડધરી પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર રતનભાઇ એક બહેન અને પાંચ ભાઇમાં નાનો હતો. તેને સંતાનમાં ત્રણ દિકરી છે જેણે પિતાની છત્રછાંયા ગુમાવી હતી. (૧૪.૫)

(11:03 AM IST)