News of Friday, 5th September 2025
સુરેન્દ્રનગર શહેરના વિકાસ અને ટ્રાફિક સુગમતા માટે મહાનગરપાલિકાનું મહત્વપૂર્ણ પગલું

વઢવાણઃ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની સુગમતા અને ઈન્ફ્રા સ્ટ્રક્ચરના વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલાંના ભાગરૂપે, બહુચર હોટલથી ટીબી હોસ્પિટલ જતા માર્ગ પર આવેલા જેપી શેરીના રસ્તા અને મેઇન રોડ પરના દબાણો હટાવવાની કામગીરી સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવી છે આ કામગીરી હેઠળ, જેપી શેરીમાં ૪૦થી ૪૫ વર્ષ જૂના બાવળ, ઝાડી-ઝાંખડા સહિતના દબાણોને હટાવીને અંદાજે ૪૦ ફૂટ પહોળો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે આ ઉપરાંત, મેઇન રોડ પરના બાવળના ઝાડનું કટીંગ કરીને પણ રસ્તાને વધુ પહોળો અને સુગમ બનાવવામાં આવ્યો છે આ પહેલથી શહેરના આ મહત્વના માર્ગ પર ટ્રાફિકની અવરજવર સરળ બનશે અને સ્થાનિક રહેવાસીઓ તેમજ વેપારીઓને નોંધપાત્ર લાભ થશે આ દબાણ હટાવો અભિયાન શહેરના નગર આયોજન અને રસ્તાની કનેક્ટિવિટીને મજબૂત કરવાના લક્ષ્ય સાથે હાથ ધરવામાં આવ્યું હતું આ કામગીરી દરમિયાન પર્યાવરણીય સંતુલન જાળવવા માટે પણ યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
